Race 3 ની કમાણી ૩૦૦ કરોડને પાર, પરંતુ ‘સંજૂ’ આગળ થઇ ફેલ

0
115
Race 3

સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ Race 3 એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી હતી પરંતુ ખરાબ રીવ્યુના કારણે ફિલ્મ પર ગંભીર અસર પડી. જેના કારણે બીજા અઠવાડિયામાં ફિલ્મની કમાણી વધારે થઇ શકી નહિ. પરંતુ ધીરે-ધીરે Race 3 એ ૩૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ, સલમાન ખાન સ્ટારર એક્શનથી ભરપૂર ફિલ્મ ‘રેસ ૩’ એ 24 દિવસમાં ૩૦૩ કરોડ રૂપિયાનો બિઝનેશ કર્યો છે. સલમાન ખાનની આ ફિલ્મની કમાણી પર રણબીર કપૂર સ્ટારર સંજૂની ગંભીર અસર થઇ છે. એક તરફ, જ્યાં સલમાન ખાનની રેસ ૩ એ ૩૦૩ કરોડ રૂપિયાની કમાણી કરી છે તો બીજી તરફ, રણબીર કપૂરની બાયોપિકે લગભગ 11 દિવસમાં ૪૬૦ કરોડ રૂપિયાનો વર્લ્ડવાઈડ બિઝનેશ કર્યો છે.

વર્ષ ૨૦૧૮ ની ટોપ ૫ વર્લ્ડવાઈડ કલેક્શન કરનારી ફિલ્મો….
1) પદ્માવત – ૫૪૬ કરોડ રૂપિયા
૨) સંજૂ – ૪૬૦ કરોડ રૂપિયા (11 દિવસ)
૩) રેસ ૩ – ૩૦૩ કરોડ રૂપિયા (24 દિવસ)
4) બાગી ૨ – ૨૪૯ કરોડ રૂપિયા
૫)રાઝી – ૧૯૨ કરોડ રૂપિયા

વર્ષ ૨૦૦૮ માં નિર્દેશક અબ્બાસ મસ્તાને રેસ ફ્રેન્ચાઈઝીની ફર્સ્ટ ફિલ્મ રેસ બનાવી અને તે સમયે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર તહેલકો મચાવી દીધો હતો. ત્યારબાદ ૨૦૧૩ માં રેસ ૨ આવી જેને બોક્સ ઓફિસ પર ઠીકઠાક રિસ્પોન્સ મળ્યો હતો. હવે બોક્સ ઓફિસ પર રેસ ૩ રિલીઝ થઇ છે. રેમો ડિસોઝાએ રેસ ૩ ડિરેક્ટ કરી છે. ફિલ્મની સ્ટોરી એટલી દમદાર નથી અને તેની સાથે સ્ક્રીનપ્લે તેના કરતા પણ વધારે ખરાબ છે. ફિલ્મમાં કોઈ હીરો જબરદસ્ત નથી અને ના કોઈ વિલન જબરદસ્ત છે. ફિલ્મના લાંબા-લાંબા સોંગ ફિલ્મની લેન્થને વધારી દે છે. જો તમે સલમાન ખાનના બહુ મોટા ફેન છો તો તમે આ ફિલ્મ જોયા વગર રહી શકશો નહિ તો એકવાર જઈને ટ્રાઈ કરી શકો છો. અનિલ કપૂર, બોબી દેઓલ, ડેઝી શાહ, સાકીબ સલીમ, જેકલીન ફર્નાડીઝ અને અન્ય કલાકારનું કામ પણ સહજ છે. બેકગ્રાઉન્ડ સ્કોર સારો છે. એક્શન સીન પણ શ્રેષ્ઠ છે.
ફિલ્મની સ્ટોરી ગલ્ફ કન્ટ્રીથી શરુ થાય છે જ્યાં શમશેર સિંહ (અનિલ કપૂર) તેમના બે બાળકો સંજના (ડેઝી શાહ) અને સૂરજ (સાકીબ સલીમ) ની સાથે રહે છે. તેની સાથે તેમના હથિયારોનો બિઝનેશને તેમનો સોતેલો પુત્ર સિકંદર (સલમાન ખાન) જુએ છે. સિકંદરનો નજીક યશ (બોબી દેઓલ) છે. ફિલ્મની સ્ટોરીમાં ટ્વીસ્ટ ત્યારે આવે છે જ્યારે રાણા (ફ્રેડી દારૂવાલા) ની એન્ટ્રી થાય છે, જે શમશેર સિંહના બિઝનેશને તબાહ કરવા માંગે છે. ફિલ્મની સ્ટોરીમાં જેસિકા (જેકલીન ફર્નાડીઝ) નો પણ અલગ કિરદાર છે. ડ્રગ્સ, હથિયાર, ચેસ સિક્વન્સ અને ઇલાહાબાદથી ગલ્ફ કન્ટ્રી સુધીની સફર શમશેર સિંહ કેવી રીતે નક્કી કરે છે? તેની પાછળનું કારણ શું છે? ફિલ્મની સ્ટોરીમાં આગળ શું ટ્વીસ્ટ આવે છે તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY