સપના ચૌધરી આ ફિલ્મથી બોલિવુડમાં કરી રહી છે ડેબ્યુ

0
580

1. સપના ચૌધરી

હરિયાણાની સ્ટાર ડાંસર સપના ચૌધરી અત્યારે તેના ફોટોશૂટના કારણે ચર્ચામાં છે. સપનાની નવી તસવીરોમાં તેનો લૂક એકદમ બદલાઈ ગયો છે. સપના ચૌધરી બહુ જલ્દી બોલિવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહી છે. આ વાતની માહિતી ખુદ સપનાએ સોશિયલ મીડિયા પર આપી છે. સપના ચૌધરીએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટોઝ શેયર કર્યા છે. તેમાં લખ્યું છે કે, ફ્રેન્ડના સાઈડ ઈફેક્ટ.

2. સપના ચૌધરી

સપના ચૌધરી જે બોલિવુડ ફિલ્મ કરવા જઈ રહી છે તેમાં તેની સાથે વિક્રાંત આનંદ, ટીવી એક્ટર જુબેર ખાન અને કસોટી જિંદગી કી ફેમ એક્ટ્રેસ અંજુ જાધવ પણ નજર આવશે. સપના ચૌધરીની ફિલ્મને જોયાલ ડેનિયલ પ્રોડ્યુસ કરી રહ્યા છે અને તેના ડિરેક્ટર હાદી અલી છે. જો કે, સપનાના ફેંસ માટે તેમની બોલિવુડ એન્ટ્રી મોટી સરપ્રાઈઝ છે. ફિલ્મનું શૂટિંગ ક્યારે શરુ થશે અને ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેની માહિતી સામે આવી નથી.

3. સપના ચૌધરી

બિગબોસમાંથી બહાર આવ્યા બાદ સપનાએ મેકઓવર કરાવ્યું છે અને મેકઓવરના કેટલાક ફોટોઝ વાયરલ થઇ રહ્યા છે. સપનાએ તેના નવા લૂકસના ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યા છે જે ખૂબ વાયરલ થઇ રહ્યા છે.

4. સપના ચૌધરી

જો કે, લાખો લોકો સપનાના દિવાના છે અને સપના ચૌધરીના વિડીયો હંમેશા યુ-ટ્યુબ પર વાયરલ થાય છે. સિંગર અને ડાંસર સપના ચૌધરી ફક્ત હરિયાણા જ નહિ પરંતુ દેશભરમાં પોતાના શાનદાર સોંગ અને ડાંસના કારણે ફેમસ છે.

5. સપના ચૌધરી

બિગબોસ હાઉસમાંથી આઉટ થયા પછી સપનાને ઘણી ફિલ્મોની ઓફર મળી છે. તેવામાં સપના ચૌધરીનો લૂક પહેલાથી ઘણો બદલાઈ ગયો છે. હવે તે પહેલા કરતા વધારે સુંદર અને સ્ટાઈલીશ નજર આવી રહી છે. તમે તેના લેટેસ્ટ ફોટામાં જોઈ શકો છો કે, સપના હવે પહેલા જેવી દેખાતી નથી.

6. સપના ચૌધરી

સપનાના પરિવારમાં એક નાનો ભાઈ, એક મોટી બહેન અને માતા છે. સપનાએ વર્ષ ૨૦૦૮ માં પિતાના નિધન પછી પોતાના પૂરા પરિવારની જવાબદારી સંભાળી હતી. આજે સપના સ્થાનિક સિંગિંગ અને ડાન્સિંગની દુનિયામાં એક ઓળખાણ છે.

7. સપના ચૌધરી

તમને જણાવી દઈએ કે, સિંગર અને ડાંસર સપના ચૌધરી યુવાઓની વચ્ચે ખૂબ પસંદ કરવામાં આવે છે. લોકોમાં તેમના પ્રતિ દિવાનગીનો આલમ એ છે કે, દરેક ઉંમરના લોકો તેનો ડાંસ જોવા માટે દૂર-દૂરથી આવે છે. તેના સોંગ અને ડાંસ પર લાખો લોકોની ભીડ લાગે છે અને લોકો બેકાબુ થાય છે. લોકોમાં સપનાની દિવાનગીનો આલમ છે.

8. સપના ચૌધરી

બિગબોસ એવું પ્લેટફોર્મ છે જે ઘણા લોકોની જિંદગી બદલી લે છે. આ વાતનો ઉલ્લેખ ખુદ સલમાન ખાન પણ આ વખતે વિકેન્ડ કા વારમાં કરી ચૂક્યા છે. કોમનર્સ માટે બિગબોસમાં આવી પોતાની ઓળખાણ બનાવી એક મોટી તક છે.

9. સપના ચૌધરી

કદાચ સપના ચૌધરી પણ આ બાબતને જાણે છે અને ત્યારે તેણે સ્વીકાર્યું કે, આ શો પછી તેણે તેની જિંદગી નવી રીતથી શરુ કરવી જોઈએ. તેણે તેનો અભ્યાસ પૂર્ણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પરંતુ સૌથી ખાસ વાત એ છે કે, સપના ચૌધરીએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, તે ફિલ્મોમાં કામ કરવા માંગે છે અને સલમાન ખાનની ફિલ્મમાં ડાન્સ કરવાની તેની ઈચ્છા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY