Sara Khan નો બાથટબ વિડીયો થયો વાયરલ, સ્પષ્ટતા કરતા કહ્યું…

0
1870

1. Sara Khan

Sara Khan ટીવીની ફેમસ અભિનેત્રીઓમાંથી એક છે. સિરીયલ બિદાઈથી ચર્ચામાં રહેનાર સારાનું નામ ઘણીવાર વિવાદો સાથે જોડાયેલ છે. Sara Khanએકવાર ફરીથી ચર્ચામાં છે. તાજેતરમાં સારાનો ન્યૂડ વિડીયો સામે આવ્યો છે જેમાં તે બાથટબમાં નહાતી નજર આવી રહી છે. સારાનો આ વિડીયો તેની બહેન આર્યાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેયર કર્યો હતો.

2. સારા ખાન

તમને જણાવી દઈએ કે, આર્યાએ આ વિડીયો સોશિયલ મીડિયા પર શેયર કર્યો પરંતુ ત્યારબાદ તુરંત તેને ડિલીટ પણ કરી દીધો. જો કે, આર્યા આ વાત ભૂલી ગઈ કે, આ સોશિયલ મીડિયા છે અને અહીં કોઈની તસવીર વાયરલ થવામાં થોડી પણ વાર લાગતી નથી. આર્યાના ડિલીટ કર્યા પહેલા આ વિડીયો કોઈના હાથમાં આવી ગયો અને ટૂંક જ સમયમાં આ વિડીયો આગની જેમ સોશિયલ મીડિયા પર ફેલાઈ ગયો.

3. સારા ખાન

એક તરફ કેટલાક લોકોનું માનવું છે કે પબ્લિસિટીના ચક્કરમાં સારા અને આર્યાએ આ બધું જાણે જોઈ કર્યું છે કારણકે જો સારાના વિડીયોથી સામે આવેલ તસવીરોને ધ્યાનથી જોવામાં આવે તો તે તેમાં વધારે ચીલ કરતા નજર આવી રહી છે.

4. સારા ખાન

સારાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કર્યો કે, મને નથી ખબર આવું કેમ થયું. બધું ખોટું થયું છે. મારી બહેન મસ્તીમાં એક વિડીયો બનાવી રહી હતી અને તેણે તુરંત ડિલીટ પણ કરી દીધો પરંતુ લોકોએ તેને ખોટી રીતે વાયરલ કર્યો છે. તે થોડી નશામાં હતી અને અમે બસ ખાલી મસ્તી કરી રહ્યા હતા અને આ ઘટના ઘટી ગઈ. હું ફક્ત એટલું કહેવા માંગુ છુ કે, આજના જમાનામાં બધું ઇન્ટરનેટથી થઇ રહ્યું છે પરંતુ ક્યારેક-ક્યારેક આ વસ્તુ નુકસાનદાયક છે.

5. સારા ખાન

સારા ખાન ઇન્ડિયન ટીવી ઇન્ડસ્ટ્રીનો એક ચર્ચિત ચહેરો છે. સારા અત્યાર સુધી ઘણા હિટ ટીવી શોઝમાં કામ કરી ચૂકી છે. ૨૦૦૭માં મિસ ભોપાલનો તાજ પ્રાપ્ત કરનાર સારાએ કેટલીક ન્યૂઝ ચેનલો માટે એન્કરિંગ પણ કર્યું છે. સારા આજકાલ રિયાલીટી શો સ્પિલ્ટસવિલામાં નજર આવેલ મોડલ પારસ છાબડાને ડેટ કરી રહી છે.

6. સારા ખાન

વર્ષ ૨૦૦૭ માં સ્ટાર પ્લસનાં પોપ્યુલર શો ”સપના બાબુલ કા…બિદાઈ” થી સારાએ નાના પડદા પર પગ મુક્યો હતો. આ શોમાં તેણે લીડ કેરેક્ટર સાધના આલેખ રાજવંશની ભૂમિકા નિભાવી હતી.

 

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY