શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરોનું ફર્સ્ટ સોંગ થયું રિલીઝ

0
157
Zero

શાહરુખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરિના કેફ સ્ટારર ફિલ્મ ‘ઝીરો’ નું ફર્સ્ટ સોંગ ‘મેરે નામ તુ’ રિલીઝ થઇ ગયું છે. સોંગમાં અનુષ્કા શર્મા અને શાહરૂખ ખાનની વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી છે. સોંગ રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. શાહરૂખ સોંગમાં અનુષ્કાને તેમના પ્રેમથી હસાવતા નજર આવી રહ્યા છે. સોંગમાં કિંગ ખાન રોમેન્ટિક અંદાજમાં નજર આવી રહ્યા છે. બીજી તરફ, અનુષ્કા શર્મા વધારે ખુશ નજર આવી રહી છે. તેમાં શાહરૂખના જબરદસ્ત ડાયલોગ સાંભળવા મળે છે. આ સોંગને અભય જોધપુરકરે ગાયું છે અને તેના લિરિક્સ ઈરશાદ કામિલના છે. સોંગમાં અનુષ્કા શર્મા વ્હીલચેયર પર બેઠેલી નજર આવી રહી છે અને શાહરૂખ ખાન સાથે રોમાંસ કરતા નજર આવી રહી છે. વિડીયોમાં શાહરૂખ ખાન અનુષ્કા શર્માની સામે ડાંસ કરી હસાવતા નજર આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. શાહરૂખ ખાનની આ ફિલ્મનું ટ્રેલર તેમની બર્થડેના ખાસ અવસર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મ ઝીરોના ટ્રેલર લોન્ચ માટે ખાસ ઇવેન્ટ ઓર્ગેનાઈઝ કરવામાં આવી હતી. આ ઇવેન્ટમાં શાહરૂખ ખાન, કેટરીના કેફ, આનંદ એલ રાય અને અનુષ્કા શર્મા હાજર રહ્યા હતા. શાહરૂખ ખાનની આ ફિલ્મ ૨૧ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે મેઈન રોલમાં કેટરીના કેફ અને અનુષ્કા શર્મા છે. ટ્રેલરમાં શાહરૂખ ખાન જ નહિ અનુષ્કા શર્મા પણ મેઈન રોલમાં નજર આવી રહી છે. અનુષ્કા શર્માને વ્હીલચેયર પર બેઠેલી બતાવવામાં આવી છે. અનુષ્કાના કિરદારને બોલવામાં મુશ્કેલી થાય છે. તે શાહરૂખથી પ્રભાવિત થઈને તેને પ્રપોઝ કરે છે. શાહરૂખ ખાન પણ તેમના રોલમાં દમદાર એક્ટિંગ કરી રહ્યા છે. ફિલ્મમાં શાહરૂખ ફર્સ્ટ ટાઈમ એક ઠીંગણાનો રોલ પ્લે કરતા નજર આવશે.

કિંગ ખાન ઈચ્છે છે કે, ઝીરોનું પ્રમોશન એટલું જબરદસ્ત કરવામાં આવે કે કમાણીના મામલે આ ફિલ્મ બધા રેકોર્ડ તોડી દે. પ્રાપ્ત માહિતી મુજબ, કિંગ ખાન ફિલ્મ ‘ઝીરો’ ને ફક્ત ભારતમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ પ્રમોટ કરશે. ખાસ વાત એ છે કે, ફિલ્મને પ્રમોટ કરવાનો તેમનો અંદાજ પણ અલગ હશે. તમને જણાવી દઈએ કે, શાહરુખ ખાન, કેટરીના કેફ અને અનુષ્કા શર્મા સ્ટારર આ ફિલ્મ ૨૧ ડીસેમ્બર ૨૦૧૮ ના રોજ રીલીઝ થશે. આ પહેલા આ તિકડી ફિલ્મ જબ તક હૈ જાનમાં પણ પોતાની ધમાકેદાર કેમેસ્ટ્રીથી સૌ કોઈને પોતાના દીવાના બનાવી ચૂકી છે. ત્યારે ફેંસ ફિલ્મ ઝીરોમાં ફરીથી આ તિકડી જોવા માટે આતુર છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY