Batti Gul Meter Chalu નું ટ્રેલર રિલીઝ, શાહિદનો જોવા મળ્યો અલગ અંદાજ

0
113
Batti Gul Meter Chalu

શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ ‘Batti Gul Meter Chalu’ નું ટ્રેલર શુક્રવારે રિલીઝ થઈ ગયું છે. શાહિદ કપૂરે તેના ટ્વીટર હેન્ડલથી તે શેયર કર્યો છે. ફિલ્મમાં શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂર સિવાય યામી ગૌતમ પણ છે જે એક વકીલનો રોલ પ્લે કરી રહી છે. ફિલ્મની સ્ટોરી ઉત્તરાખંડના એક નાના કસબામાં બની છે અને નિર્દેશક શ્રી નારાયણ સિંહે મજાકિયા અંદાજમાં એક ગંભીર મુદ્દો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે.

ફિલ્મની સ્ટોરી વીજળી વિભાગ દ્ધારા મોકલવામાં આવેલ ખોટા બિલ વિશે છે. ફિલ્મમાં શાહિદ આ ગોરખધંધા વિરુધ્ધ અવાજ ઉઠાવે છે. વ્યવસાયિક રીતે વકીલ શાહિદ કપૂર ફિલ્મમાં તે સમયે વિદ્રોહી બને છે જ્યારે તેનો ફ્રેન્ડ (દિવ્યેંદુ શર્મા) સરકારી દબાણના કારણે આત્મહત્યા કરી લે છે.

હકીકતમાં દિવ્યેંદુને અહીં વીજળી વિભાગ ૧.૫ લાખ રૂપિયાનું બિલ મોકલી દે છે. જેની ફરિયાદ જ્યારે તે વીજળી વિભાગમાં કરે છે તો તેનું કોઈ સાંભળતું નથી. તેને જણાવવામાં આવે છે કે, જો તેણે વીજળીનું બિલ ભર્યું નહિ તો તેની ધરપકડ કરવામાં આવશે. તેની પહેલા અક્ષય કુમાર પણ આ પ્રકારના મુદ્દા પર ફિલ્મ બનાવી ચૂક્યા છે.આ ફર્સ્ટ ટાઈમ છે જ્યારે શાહિદ આવી કોઈ ફિલ્મ બનાવી રહ્યા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY