Video : ‘સંજુ’ બાદ ‘Shamshera’ નો લુક થયો રીવિલ, ફિલ્મમાં ડાકુ બનશે રણબીર કપૂર !

0
154

‘સંજુ’ બાદ ‘Shamshera’ નો લુક થયો રીવિલ, ફિલ્મમાં ડાકુ બનશે રણબીર કપૂર !

સંજય દત્તની બાયોપિક ફિલ્મ ‘સંજુ’ માં તેના લુક અને ચાલ-ઢાલને હુબહુ કોપી કરનારો રણબીર કપૂર હવે જલ્દી જ એક ડાકુના કિરદારમાં જોવા મળશે, જી હા, રણબીર અપકમિંગ ફિલ્મ ‘ Shamshera’ માં નજર આવશે. જેનું પોસ્ટર અને ટીઝર રીલીઝ થઇ ગયું છે. ટીઝરમાં રણબીર અત્યાર સુધીના સૌથી અલગ અવતારમાં જોવા મળી રહ્યો છે.

રણબીરની ફિલ્મ ‘શમશેરા’ના નામની સાથે તેની ટેગલાઈન પણ મજેદાર છે. ફિલ્મની પંચ લાઈન છે ‘કર્મ સે ડ્કેત-ધર્મ સે આઝાદ’. આ પંચલાઈન ફિલ્મની કહાની વિષે ઘણું બધું કહી જાય છે. ‘યશ રાજ ફિલ્મ્સ’ ના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું નિર્દેશન કરણ મલ્હોત્રા કરશે અને પ્રોડક્શનની જવાબદારી આદિત્ય ચોપડાના ખભા પર છે.

૩૫ વર્ષના રણબીર કપૂર પુરા ૯ વર્ષ બાદ yrf બેનર સાથે જોડાવવા જઈ રહ્યો છે. આ બેનર સાથે તેની લાસ્ટ ફિલ્મ ‘રોકેટ સિંહ: સેલ્સમેન ઓફ ધ યર’ હતી.

ત્યારે એ જોવું ઈન્ટરેસ્ટીંગ રહેશે કે રણબીરનો આ નવો અવતાર ઓડીયન્સને કેટલું પસંદ આવે છે.

loading...

NO COMMENTS

LEAVE A REPLY