સની લિયોન દર ૧૫ મિનિટે કરે છે આ કામ, જાણો અન્ય સ્ટાર્સની વિચિત્ર આદતો

0
4850

1. સની લિયોન

સામાન્ય માણસમાં ઘણી વિચિત્ર આદતો હોય છે જે તમને દંગ કરી દે છે. તમને તે જાણીને નવાઈ લાગશે કે, આપણા ઘણા બોલિવુડ સ્ટાર્સ એવા પણ છે જે આવી આદતોના ગુલામ હોય છે, જેને તમે જાણતા હશો નહિ. તેમની આ આદતો વિશે જાણી તમે આશ્ચર્યચક્તિ થયા વગર રહેશો નહિ અને મોટાભાગના કેસમાં તમે તમારી હસી રોકી શકશો નહિ.

સની લિયોન :
હોટ એક્ટ્રેસ સની લિયોનીની સુંદરતાના લાખો દિવાના છે પરંતુ તેને એક વિચિત્ર આદત છે જેને સાંભળી તમે હેરાન થઇ જશો. સનીને દર ૧૫ મિનિટે પોતાના પગ ધોવાની આદત છે. તેની આ આદતના કારણે તેના ફિલ્મોના શૂટિંગમાં પણ મોડું થાય છે.

2. જિતેન્દ્ર

 

બોલિવુડના દિગ્ગજ એક્ટર જિતેન્દ્રની આદત વિશે સાંભળી તમે ચોંકી જશો. જિતેન્દ્રને વોશરૂમમાં પૈપયુ ખાવાની આદત છે. તેમનું માનવું છે કે, પૈપયુ પેટ માટે સારું હોય છે અને ટોયલેટમાં ખાવાથી ફાયદાકારક રહે છે. તે ઘણા વર્ષોથી આવું કરે છે.

3. અમિતાભ બચ્ચન

બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનને પોતાના હાથ પર બે ઘડિયાળ પહેરવાની આદત છે. અમિતાભનું કહેવું છે કે, તેમને આ આદત ત્યારે પડી જ્યારે અભિષેક વિદેશમાં અભ્યાસ કરવા ગયા હતા. ત્યારે ઇન્ડિયા અને ત્યાના ટાઈમ ઝોનની ખબર રાખવા માટે તેઓ બે ઘડિયાળ પહેરતા હતા. ત્યારબાદ તેમને તેની આદત પડી ગઈ હતી.

4. શાહરૂખ ખાન

બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાનને પોતાના જૂતાથી વધારે પ્રેમ છે. તે દિવસમાં એક કે બે વાર જ પોતાના જૂતા ઉતારે છે. ક્યારેક-કયારેક તો તેઓ તેમના જૂતા પહેરીને જ સૂઈ જાય છે.

5. વિદ્યા બાલન

વિદ્યા બાલનને સાડીઓનો બહુ શોખ છે. તેની પાસે ૮૦૦ થી વધારે સાડીઓનું કલેક્શન છે. તેમનું કહેવું છે કે, તે સપનામાં પોતાને સાડી પહેરતી જોવે છે.

6. સૈફ અલી ખાન

વિચિત્ર આદતોમાં તો સૈફ અલી ખાને બધાને પાછળ છોડી દીધા છે. તમને જણાવી દઈએ કે, સૈફને બાથરૂમમાં સમય પસાર કરવો વધારે પસંદ છે. તેણેપોતાના બાથરૂમમાં લાઈબ્રેરી અને ટેલીફોન રાખ્યો છે.

7. સુષ્મિતા સેન

સુષ્મિતા સેનની આદત જાણી તમને પણ હેરાની થશે. સુષ્મિતા સેનને ખુલ્લામાં નાહવું વધારે પસંદ છે.

8. આયુષ્માન ખુરાના

ફિલ્મ વિકી ડોનરથી ફેમસ થયેલ એક્ટર આયુષ્માન ખુરાનાની આ આદત જાણી તમને પણ થશે હેરાની કે, તે દિવસમાં ઘણીવાર ટૂથબ્રશ કરે છે.

9. કરીના કપૂર

તૈમૂરના તો બધા દિવાના છે પરંતુ તેની મોમ કરીનાને એક ખરાબ આદત છે. તમને જણાવી દઈએ કે, કરીના ઘણીવાર જાહેરમાં તેના નખ ચાવતી રહે છે.

Click for Tiny URL

NO COMMENTS