શું Shweta Tiwari ના બીજા મેરેજ પણ ખતરામાં? પતિએ તોડી ચુપ્પી

0
717

1. Shweta Tiwari

બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂકેલ અને ટીવીમાં ઘણા શોમાં પોતાની અદાકારીથી લોકોના મન મોહી ચૂકેલ Shweta Tiwari તેના રિલેશનને લઈને ચર્ચામાં છે. એવી ખબર સામે આવી રહી છે કે, Shweta Tiwari અને તેના પતિ અભિનવ કોહલીની વચ્ચે અનબન ચાલી રહી છે. તે બંને વચ્ચે કંઈ ઠીક નથી. પ્રાપ્ત માહિતી મુજબ, શ્વેતા તેની બર્થડે પાર્ટીમાં એકલી નજર આવી હતી અને ત્યારબાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે, શ્વેતા અને અભિનવની વચ્ચે કંઈ ઠીક નથી.

2. શ્વેતા તિવારી

ત્યારબાદ હવે આ મુદ્દે અભિનવે સ્પષ્ટતા કરતા કહ્યું કે, હું કારમાં મારા પુત્ર રેયાંશની સાથે હતો. તેને બારમાં લઇ જઈ શકાય નહિ. આ કારણે પુત્રની સાથે રાહ જોઈ રહ્યો હતો. મારા અને શ્વેતાની વચ્ચે કોઇપણ પ્રકારની અનબન નથી.

3. શ્વેતા તિવારી

ભારતીય ટૅલિવિઝન ચેનલ સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલી બાલાજી ટૅલિફિલ્મ્સની ટી.વી. સીરીયલ કસૌટી ઝિંદગી કીમાં ‘પ્રેરણા’ની ભૂમિકાથી શ્વેતાએ લોકપ્રિયતા મેળવી હતી. તે ટીવી શો બિગબોસ સીઝન-૪ ની વિજેતા રહી ચૂકી છે.

4. શ્વેતા તિવારી

ઉલ્લેખનીય છે કે, શ્વેતાએ ૧૩ જુલાઈ ૨૦૧૩ ના રોજ અભિનેતા અભિનવ કોહલીની સાથે બીજા મેરેજ કર્યા હતા. આ અગાઉ તેના મેરેજ રાજા ચૌધરી સાથે થયા હતા, જે ૨૦૦૭ માં છૂટાછેડાની સાથે સમાપ્ત થઈ ગયા હતા.

5. શ્વેતા તિવારી

જણાવી દઈએ કે, શ્વેતાએ ૨૭ નવેમ્બરે ૨૦૧૭ નાં રોજ મુંબઈની સાંતાક્રુઝ વિસ્તારની સૂર્ય હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો. જ્યારથી શ્વેતા ફરીથી માતા બનવાની છે તે ખબર આવી હતી, ત્યારથી પલક પણ ખૂબ ચર્ચામાં આવી હતી. તેના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

6. શ્વેતા તિવારી

પલક ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કરી રહી છે. પલક શ્વેતા અને તેના પ્રથમ પતિ રાજા ચૌધરીની પુત્રી છે. પ્રાપ્ત માહિતી મુજબ, પલકે જ  પોતાની માતાને બીજા મેરેજ માટે તૈયાર કરી હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY