Video : Sonam Kapoor થઇ આનંદ આહુજાની, કરીનાથી લઇ અમિતાભ બચ્ચન થયા શામેલ

0
280

Sonam Kapoor થઇ આનંદ આહુજાની, કરીનાથી લઇ અમિતાભ બચ્ચન થયા શામેલ

આખરે એ દિવસ આવી જ ગયો જેની સૌકોઈ જોઈ રહ્યા હતા બેસબ્રીથી રાહ. જી હા, ફાઈનલી થઇ ગયા છે અનિલ કપૂરની લાડલી સોનમ કપુરના લગ્ન. પોતાના લોંગટાઇમ બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે સોનમ બંધાઈ જ ગઈ લગ્નના બંધનમાં.

સોનમ અને આનંદના મેરેજ પંજાબી રીત-રિવાજ થયા. સોનમ કપૂરના મેરેજ તેની માસીની પૈતૃક હવેલી પર થયા છે.

સોનમ અને આનંદના મેરેજમાં બંનેની ફેમિલીની સાથે-સાથે બોલીવુડ સેલિબ્રિટીઝ પણ સોનમ કપૂરના મેરેજમાં સામેલ થયા હતા. કરીના કપૂર, સૈફ અલી ખાન, જેકલીન ફર્નાડીઝ, રાણી મુખર્જી, કરિશ્મા કપૂર, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, શ્વેતા નંદા, આમિર ખાન, કરણ જોહર, રણવીર સિંહ સહિત ઘણા સેલેબ્સ આ સોનમ કપૂરના મેરેજમાં સામેલ થયા હતા.

ત્યારે લગ્ન બાદ બંને પરિવાર ‘ધ લીલા હોટલ’ માં જશે, જ્યાં સાંજે બંને પરિવારના સગા-સંબંધી પહોચી વર-વધૂને આશીર્વાદ આપશે. પ્રાપ્ત માહિતી મુજબ, આજે સાંજે લગ્નનું જશ્ન મનાવવામાં આવશે. સંગીતની જેમ આ સેલિબ્રેશનમાં પણ બોલિવુડ સ્ટાર્સ સામેલ થશે.

સોનમ અને આનંદને અમારા તરફથી પણ લગ્નની શુભકામના.

loading...

NO COMMENTS

LEAVE A REPLY