સામે આવ્યું Sonam Kapoor નું વેડિંગ કાર્ડ, ૩ દિવસ સુધી ચાલશે ફંક્શન

0
9083

1. Sonam Kapoor

Sonam Kapoor ના મેરેજની સત્તાવાર ઘોષણા થઇ ગઈ છે. Sonam Kapoor તેના બોયફ્રેન્ડ આનંદ આહૂજા સાથે ૮ મેના રોજ લગ્નગ્રંથીથી જોડાશે. સોનમના મેરેજની તૈયારીઓની જવાબદારી તેના માતા-પિતા અને ભાઈ-બહેન પર છે.

2. સોનમ કપૂર

સોનમ કપૂરના મેરેજમાં મહેમાનોને સાદગીભર્યા અંદાજ સાથે ઇકોફ્રેન્ડલી કાર્ડ મોકલી આમંત્રણ મોકલવામાં આવશે. આ કાર્ડના કેટલાક ફોટોઝ સામે આવ્યા છે. આ કાર્ડ નેચરલ ગ્રીન કલરનું છે. કાર્ડમાં નેચરલ કલરનો પ્રયોગ કરવામાં આવ્યો છે. મેરેજના ફંક્શનને ત્રણ ભાગમાં વેચવામાં આવ્યા છે.

3. સોનમ કપૂર

પ્રથમ દિવસે ૭ મે ના રોજ સાંજે 4 વાગ્યે સોનમ કપૂર અને આનંદની મહેંદીની રસમ થશે. આ ફંક્શન માટે ડ્રેસ કોડ પણ નક્કી કરવામાં આવ્યો છે. જે ઇન્ડિયન ફેસ્ટીવ-વાઈટ શેડમાં રાખવામાં આવ્યો છે. બીજા દિવસે ૮ મેના રોજ સવારે ૧૧ વાગ્યાથી રાત્રે ૧૨ વાગ્યા સુધી મેરેજના ફંક્શન રાખવામાં આવશે. મેરેજમાં મહેમાનોએ ઇન્ડિયન ટ્રેડીશનલ ડ્રેસ કોડમાં આવવાનું રહેશે.

4. સોનમ કપૂર

ત્રીજા દિવસે ૯ મે ના રોજ ગ્રાંડ રિસેપ્શન પાર્ટી રાખવામાં આવશે. આ ફંક્શન રાત્રે ૮ વાગ્યે શરુ કરવામાં આવશે. રિસેપ્શન પાર્ટીમાં આવનારા મહેમાનો માટે ઇન્ડિયન અને વેસ્ટર્ન ફોર્મલ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે.

5. સોનમ કપૂર

છેલ્લા કેટલાક સમયથી સોનમ કપૂર અને તેના બોયફ્રેન્ડ આનંદ આહૂજાના મેરેજની ખબરો ખૂબ ચર્ચામાં હતી. સોનમ કપૂરના મેરેજની સત્તાવાર ઘોષણા થઇ ગઈ છે. સોનમ અને આનંદ ૭ અને ૮ મેના રોજ લગ્નગ્રંથીથી જોડાઈ શકે છે. આ ખબર પર કપૂર અને આહૂજા પરિવારે સત્તાવાર મોહર લગાવી દીધી છે.

6. સોનમ કપૂર

તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન સોનમે કહ્યું કે, ‘મારા માટે મેરેજ કરતા વધારે તેમાં થનાર રસમ વધારે મહત્વપૂર્ણ છે. મેરેજ પર વધારે પૈસા ખર્ચ કરવા મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. મને ફરક પડતો નથી કે, મેરેજ ઘરે થાય કે બીજે ક્યાં.

7. સોનમ કપૂર

સોનમે આગળ જણાવ્યું કે, મેરેજની બધી રસમ યોગ્ય રીતે થવી વધારે જરૂરી છે. મેરેજ પર વધારે પૈસા બરબાદ કરવા બેકાર છે. હું આ વાત સાથે સહમત નથી. સોનમના આ નિવેદનથી તે સ્પષ્ટ છે કે, તેના મેરેજ વધારે સાધારણ રીતે થશે. પ્રાપ્ત માહિતી મુજબ, સોનમ કપૂર અને આનંદ આહૂજા ૬ અને ૭ મે ના રોજ મુંબઈમાં મેરેજ કરશે.

8. સોનમ કપૂર

તમને જણાવી દઈએ કે, સોનમ કપૂરે તેમનું ગેસ્ટ લિસ્ટ પણ તૈયાર કરી લીધું છે. સોનમના મેરેજમાં તેના પરિવાર, નજીકના ફ્રેન્ડસ અને બોલિવુડ કેટલાક લોકો સામેલ થશે.

9. સોનમ કપૂર

પ્રાપ્ત માહિતી મુજબ, મનપસંદ રિસોર્ટમાં બુકિંગ ના મળવાના કારણે સોનમ કપૂર અને આનંદ આહૂજાએ તેમની મેરેજની તારીખ અને વેન્યુ બદલવું પડ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, સોનમ કપૂર જીનીવાના Montreux રિસોર્ટમાં મેરેજ કરવા માંગતી હતી. પરંતુ તેની પહેલા એક સાઉદી પ્રિન્સેસના મેરેજ માટે તે જગ્યાનું બુકિંગ થઇ ગયું હતુ.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY