Video : સોનમ-આનંદનું વેડિંગ રીસેપ્શન : એશ્વર્યા, શાહરૂખ-સલમાન સહિત બી-ટાઉન સેલેબ્સનો જમાવડો….

0
568

સોનમ-આનંદનું વેડિંગ રીસેપ્શન : એશ્વર્યા, શાહરૂખ-સલમાન સહિત બી-ટાઉન સેલેબ્સનો જમાવડો….

સોનમ અને આનંદ આહૂજાની મચઅવેટેડ વેડિંગ મંગળવારે અંતે હસી ખુશીથી સંપન્ન થયા છે. લગ્ન બાદ સોનમ કપૂરના પરિવાર તરફથી મુંબઈની હોટલ લીલામાં ગ્રાંડ રિસેપ્શન પાર્ટી રાખવામાં આવી હતી. રિસેપ્શનમાં બોલિવુડ અને રાજનીતિની દિગ્ગજ હસ્તીઓ સામેલ થઇ હતી.

રિસેપ્શન દરમિયાન જ્યારે સોનમ કપૂર અને આનંદ આહૂજાની એન્ટ્રી થઇ તો લોકો બસ ન્યૂલી વેડેડ આ કપલને સાથે જોતા રહી ગયા. સોનમ કપૂર અને આનંદ આહૂજાએ સાથે ઘણા ફોટોઝ પણ ક્લિક કરાવ્યા છે. તે દરમિયાન આ બંનેની જોડી વધારે રોમેન્ટિક લાગી રહી હતી.

સોનમ કપૂરના મેરેજનો કાર્યક્રમ ૩ દિવસ સુધી ચાલ્યો અને આ ત્રણ દિવસ બોલિવુડ સેલેબ્સ સોનમના મેરેજમાં ખૂબ વ્યસ્ત રહ્યા છે. સોનમ કપૂરે ૨ વર્ષથી ચાલી રહેલ તેના અને આનંદ વચ્ચેના અફેરની ખબરો પર વિરામ લગાવતા લોંગટાઈમ બોયફ્રેન્ડ આનંદ આહૂજા સાથે મેરેજ કરી લીધા છે.

સોનમ-આનંદની રિસેપ્શન પાર્ટીમાં કરણ જોહર, કરીના કપૂર, કાજોલ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, સલમાન ખાન, શાહરૂખ ખાન, નીતા અંબાણી, માધુરી દીક્ષિત, જૂહી ચાવલા સહિત ઘણા સેલિબ્રિટીઝ સામેલ થયા હતા.

જ્યાં સલમાન અને શાહરૂખની મસ્તી ઓન કેપ્ચર થઇ. તો રણવીર સિંહે પણ ઘણી મજા કરી આ રિસેપ્શનમાં.

ઇન શોર્ટ બીટાઉન સેલેબ્સની હાજરીથી સોનમ-આનંદના રીસેપ્શનમાં લાગી ગયા ચાર ચાંદ.

loading...

NO COMMENTS

LEAVE A REPLY