Sonam Kapoor ની સંગીત સેરેમનીની તૈયારીઓ શરુ, ઘરની બહાર નજર આવ્યા આ સેલેબ્સ

0
2031

1. Sonam Kapoor ના વેડિંગની તૈયારીઓ શરુ

Sonam Kapoor ના મેરેજમાં હવે ફક્ત થોડા જ દિવસ બાકી છે અને મેરેજની તૈયારીઓ ખૂબ ધૂમધામથી થઇ રહી છે. તમને જણાવી દઈએ કે,સોનમ કપૂર ૮ મે ના રોજ તેના બોયફ્રેન્ડ આનંદ આહૂજા સાથે લગ્નગ્રંથીથી જોડાશે. થોડા દિવસ પહેલા જ કપૂર અને આહૂજા પરિવાર તરફથી સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી.

2. સોનમ કપૂરના વેડિંગની તૈયારીઓ શરુ

અનિલ કપૂરના ઘરને રંગબેરંગી લાઈટથી સજાવી દેવામાં આવ્યું છે. સોનમના મેરેજમાં ચાર ચાંદ લગાવવા માટે સોનમના ફ્રેન્ડ અને તેના કઝીન કોઈ કસર છોડવા માંગતા નથી. અર્જુન કપૂર, અંશુલા કપૂર, કરણ જોહર, જેકલીન ફર્નાડીઝ, મસાબા ગુપ્તા, મધુ માંતેના અને વરુણ ધવન સહિત ઘણા સેલેબ્સ અનિલ કપૂરના ઘરની બહાર નજર આવ્યા હતા.

3. સોનમ કપૂરના વેડિંગની તૈયારીઓ શરુ

સોનમના મેરેજની તૈયારીઓની જવાબદારી તેના માતા-પિતા અને ભાઈ-બહેન પર છે. આ ખાસ અવસરને એન્જોય કરવા માટે કપૂર પરિવાર તેમાં કોઈ કસર છોડવા માંગતું નથી. તમને જણાવી દઈએ કે, ૭ મે ના રોજ સોનમની સંગીત સેરેમની છે. જેમાં પૂરો કપૂર પરિવાર ડાંસ કરવાનો છે.

4. સોનમ કપૂરના વેડિંગની તૈયારીઓ શરુ

હવે આ વાત કોઈનાથી છુપી રહી નથી કે, સોનમ કપૂર ૮ મે ના રોજ તેના બોયફ્રેન્ડ આનંદ આહૂજા સાથે મેરેજ કરવાની છે. થોડા દિવસ પહેલા જ કપૂર અને આહૂજા ખાનદાન તરફથી સત્તાવાર નિવેદન જારી કરી આ વાત પર મહોર લગાવી દીધી છે. તે દરમિયાન સોનમ કપૂરના દુલ્હેરાજા આનંદ આહૂજા મુંબઈ પહોચી ગયા છે.

5. સોનમ કપૂરના વેડિંગની તૈયારીઓ શરુ

એક તરફ, સોનમ કપૂરે પહેલાથી મેરેજની તૈયારીઓ શરુ કરી દીધી છે તો બીજી તરફ, આનંદ આહૂજા હવે મેરેજની તૈયારીઓ શરુ કરશે. મુંબઈ એરપોર્ટ પર આનંદ ખુશ અંદાજમાં નજર આવ્યા હતા.

6. સોનમ કપૂરના વેડિંગની તૈયારીઓ શરુ

પ્રથમ દિવસે ૭ મે ના રોજ સાંજે 4 વાગ્યે સોનમ કપૂર અને આનંદની મહેંદીની રસમ થશે. આ ફંક્શન માટે ડ્રેસ કોડ પણ નક્કી કરવામાં આવ્યો છે. જે ઇન્ડિયન ફેસ્ટીવ-વાઈટ શેડમાં રાખવામાં આવ્યો છે. બીજા દિવસે ૮ મેના રોજ સવારે ૧૧ વાગ્યાથી રાત્રે ૧૨ વાગ્યા સુધી મેરેજના ફંક્શન રાખવામાં આવશે. મેરેજમાં મહેમાનોએ ઇન્ડિયન ટ્રેડીશનલ ડ્રેસ કોડમાં આવવાનું રહેશે.

7. સોનમ કપૂરના વેડિંગની તૈયારીઓ શરુ

ત્રીજા દિવસે ૯ મે ના રોજ ગ્રાંડ રિસેપ્શન પાર્ટી રાખવામાં આવશે. આ ફંક્શન રાત્રે ૮ વાગ્યે શરુ કરવામાં આવશે. રિસેપ્શન પાર્ટીમાં આવનારા મહેમાનો માટે ઇન્ડિયન અને વેસ્ટર્ન ફોર્મલ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે.

8. સોનમ કપૂરના વેડિંગની તૈયારીઓ શરુ

પ્રાપ્ત માહિતી મુજબ, મનપસંદ રિસોર્ટમાં બુકિંગ ના મળવાના કારણે સોનમ કપૂર અને આનંદ આહૂજાએ તેમની મેરેજની તારીખ અને વેન્યુ બદલવું પડ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, સોનમ કપૂર જીનીવાના Montreux રિસોર્ટમાં મેરેજ કરવા માંગતી હતી. પરંતુ તેની પહેલા એક સાઉદી પ્રિન્સેસના મેરેજ માટે તે જગ્યાનું બુકિંગ થઇ ગયું હતુ.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY