રિલીઝ થયા પહેલા વિવાદોમાં ફસાઈ Sunny Leone ની બાયોપિક

0
436
Sunny Leone

Sunny Leone ની બાયોપિક વેબ સીરીઝના ટ્રેલર રિલીઝ બાદ હવે આ ફિલ્મ પર વિવાદ શરુ થતો નજર આવી રહ્યો છે. એસજીપીસી પ્રવક્તા દિલજીત સિંહ બેદીએ Sunny Leone ની બાયોપિકનું નામ અને વેબ સીરીઝમાં તેના દ્ધારા ઉપયોગ કરવામાં આવેલ પોતાના નામ (કિરણજીત કૌર) પર આપત્તિ વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે, સનીની બાયોપિક કરણજીત કૌર: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોન નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં ખુદ સની લિયોન પોતાનો રોલ પ્લે કરી રહી છે.

વેબ સીરીઝનું નામ કરણજીત કૌર રાખવા પર એસજીપીસી પ્રવક્તા દિલજીત સિંહ બેદીએ કહ્યું કે, આવું કરવું શીખોની ભાવનાઓ દુભાવે છે. તેમણે કહ્યું કે, ધર્મ બદલી ચૂકેલ સનીને ‘કૌર’ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ નહિ. જો કે, મેકર્સ અથવા સની લીયોની તરફથી આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આવી નથી પરંતુ એસજીપીસી પ્રધાન સાથે વિચાર કરી પ્રશાસનની પાસે તેની ફરિયાદ દાખલ કરાવવા જઈ રહ્યા છે.

સની લિયોન તેની જૂની જિંદગીમાંથી બહાર નીકળી બોલિવુડ ફિલ્મોમાં પોતાનું ભાગ્ય અજમાવી રહી છે. તેની આ સફર સરળ હતી નહિ. ઘણા એવા કિસ્સા પણ છે જેના વિશે આજે પણ લોકોને ખબર નથી. સની લિયોનની જિંદગીના કેટલાક કિસ્સા તમને તેની બાયોપિક ‘કરનજીત કૌર – ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોન’ જોવા મળશે. સની લિયોનની બાયોપીકનું ટ્રેલર ૯ કલાકની અંદર લગભગ 4 લાખ ૫૦ હજાર કરતા વધુ વખત જોવામાં આવ્યું છે. સની લિયોનની આ બાયોપિક એક વેબ ફિલ્મ છે. આ ફિલ્મ ૧૬ જુલાઈએ વેબ પ્લેટફોર્મ ZEE5 પર રિલીઝ થશે.

સની લીયોનના ઘણા પહેલું પણ ટ્રેલરમાં બતાવવામાં આવ્યા છે જ્યારે તે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં હતી નહિ અને જ્યારે તેણે આ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો. બોલિવુડની બોલ્ડ, હોટ અને પોર્ન સ્ટાર સની લિયોને જ્યારથી બોલિવુડમાં પગ મૂક્યો છે ત્યારથી તે સતત સિલ્વર સ્ક્રીન પર પોતાના બોલ્ડનેસનો દમ બતાવી રહી છે. તમને જણાવી દઈએ કે, જિસ્મ-૨, જેકપોટ, રાગિની એમ.એમ.એસ-૨, એક પહેલી લીલા જેવી ફિલ્મોમાં સની લિયોનની બોલ્ડ ઈમેજને રજૂ કરવામાં આવી છે. ભારતના સૌથી પોપ્યુલર શો બિગબોસ -૫ માં ભાગ લીધા પછી સની લિયોન વધારે ચર્ચામાં રહી હતી. તેના પછી ખબર પડી હતી કે સની પોર્ન સ્ટાર છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY