એક્ટ્રેસ Sridevi ની મોતની તપાસની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

0
3818

1. Sridevi

બોલિવુડ એક્ટ્રેસ Sridevi ની મોતની તપાસની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અરજી કરનારે Sridevi ની મોતની પરિસ્થિતિઓને શંકાસ્પદ જણાવતા તપાસની માંગણી કરી હતી. અરજી એક ફિલ્મના ડિરેક્ટર સુનીલ સિંહે દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, જે પરિસ્થિતિઓમાં શ્રીદેવીનું મોત થયું છેતેની તપાસ થવી જોઈએ. આ અગાઉ દિલ્હી હાઈકોર્ટ પણ આ અરજી ફગાવી ચૂક્યું છે.

2. શ્રીદેવી

અરજીકર્તાનો દાવો છે કે, શ્રીદેવીના નામે ઓમાનમાં ૨૪૦ કરોડ રૂપિયામાં ઇન્શ્યોરન્સ પોલિસી જારી થઇ હતી, જેનો લાભ ફક્ત દુબઈમાં મોત થવા પર મળવાનો હતો. આ કારણે શ્રીદેવીની મોતની સ્થિતિ શંકાસ્પદ છે. આ સિવાય અરજીકર્તાએ એવી પણ દલીલ કરી છે કે, ૫ ફૂટ ૭ ઇંચની શ્રીદેવી ૫ ફૂટના બાથ ટબમાં કેવી રીતે ડૂબી શકે.

3. શ્રીદેવી

ઉલ્લેખનીય છે કે, બોલિવુડની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવી હવે આપણી વચ્ચે રહી નથી. શ્રીદેવીનો પાર્થિવદેહ પંચતત્વમાં વિલીન થઈ ગયો છે. શ્રીદેવીના નિધનથી તેમનો પરિવાર દુઃખમાં છે. ખાસ કરીને શ્રીદેવીના પતિ બોની કપૂર અને તેમની બે પુત્રીઓ ખુશી અને જાહનવી. શ્રીદેવીના અચાનક નિધનથી સમગ્ર લોકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

4. શ્રીદેવી

દુબઈમાં શ્રીદેવીની મોત સાથે જોડાયેલ ઘણી ખબરો સામે આવી હતી. પહેલા મીડિયા રીપોર્ટસમાં શ્રીદેવીની મોતની પાછળનું કારણ હાર્ટએટેક બતાવવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે, બાથટબમાં ડૂબવાના કારણે અભિનેત્રી શ્રીદેવીનું મોત થયું છે.

5. શ્રીદેવી

શ્રીદેવીની ઉંમર ૫૪ વર્ષની હતી. શ્રીદેવી તેમના પતિ બોની કપૂર અને નાની પુત્રી ખુશી કપૂરની સાથે દુબઈમાં એક ફેમિલી વેડિંગ અટેન્ડ કરવા ગયા હતા. શ્રીદેવીની મોટી પુત્રી જાહનવી કપૂર શૂટિંગના સિલસિલામાં મુંબઈ હતી. તે મેરેજમાં સામેલ થઇ હતી નહિ. દુબઈમાં મોહિત મારવાહના મેરેજ હતા. મોહિત બોની, અનિલ અને સંજય કપૂરનો ભાણીયો છે. આ મેરેજમાં શ્રીદેવી પણ સામેલ થઇ હતી.

6. શ્રીદેવી

શ્રીદેવીએ બોલિવુડમાં એન્ટ્રી ફિલ્મ સોલવાં સાવનથી કરી હતી. પરંતુ શ્રીદેવી ૧૯૮૩ માં આવેલ ફિલ્મ હિંમતવાલા ખૂબ ચર્ચામાં રહી હતી. આ સિવાય મવાલી, તોહફા, નગીના, ઘર સંસાર, આખિરી રાસ્તા, કર્મા, મિસ્ટર ઈન્ડિયા સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. શ્રીદેવી લાસ્ટ ટાઇમ ફિલ્મ મોમમાં જોવા મળી હતી, જે 7 જુલાઈ, 2017નાં રોજ રિલીઝ થઈ હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY