સુષ્મિતા સેને શેયર કર્યા જીમ સેશનના કેટલાક ખાસ ફોટોઝ

0
254

1. સુષ્મિતા સેન

બોલિવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેન ઘણા લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેયર કરતી રહે છે. તાજેતરમાં એકવાર ફરીથી સુષ્મિતાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક બોલ્ડ તસવીર શેયર કરી છે. આ ફોટામાં તે બેક મસલ્સ બતાવતા નજર આવી રહી છે.

2. સુષ્મિતા સેન

ફિટ અને સ્ટાઇલીશ દિવા સુષ્મિતા તેની પર્સનલ લાઈફ વિશે ફેંસને જણાવતી રહે છે. તેની સાથે તમને જણાવી દઈએ કે, તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી ટોપ સ્ટાઇલીશ માતાઓમાંથી એક છે. બોલિવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેન ઇન્ડસ્ટ્રીની તે અભિનેત્રીઓમાં સામેલ છે. જેના પર વધતી ઉંમરની કોઈપણ અસર પડતી નથી. ૪૨ ની ઉંમરમાં પણ તે ૨૦ થી ૨૫ વર્ષની લાગી રહી છે.

3. સુષ્મિતા સેન

ફિલ્મોને અલવિદા કહ્યા પછી બંને પુત્રીઓના ઉછેરમાં વ્યસ્ત સુષ્મિતા સેન તેની ફિટનેસ માટે પણ ફેમસ છે. થોડા દિવસ પહેલા સુષ્મિતાએ માહિતી આપી હતી કે, તે ૬ પેક એબ્સ બનાવવા જઈ રહી છે. તાજેતરમાં સુષ્મિતાએ એક ફોટો શેર કર્યો હતો. જેમાં તેના એબ્સ દેખાઈ રહ્યા હતા.

4. સુષ્મિતા સેન

તમને જણાવી દઈએ કે, આ ફર્સ્ટ ટાઈમ નથી જ્યારે સુષ્મિતાએ ફોટા શેર કર્યા હતા પરંતુ આ અગાઉ પણ સુષ્મિતાએ તેના ઘણા ફોટોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે.

5. સુષ્મિતા સેન

સુસ્મિતાનો જન્મ ૧૯ નવેમ્બરના રોજ હૈદરાબાદમાં બંગાળી પરિવારમાં થયો હતો. સુસ્મિતા સેને પોતાની કરિયરની શરૂઆત મોડલિંગ તરીકે કરી હતી અને ત્યારબાદ મિસ યુનિવર્સનો તાજ જીત્યો હતો. મિસ યુનિવર્સ બન્યા પછી સુસ્મિતાએ ‘દસ્તક’ ફિલ્મથી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી.

6. સુષ્મિતા સેન

સુસ્મિતા સેને વર્ષ ૨૦૦૦ માં જ બે બાળકીઓને દત્તક લઈ ઈતિહાસ રચ્યો હતો. જો કે, માત્ર ૨૫ વર્ષની ઉંમરમાં તેને આ અધિકાર હતો નહિ પરંતુ હાઈકોર્ટના નિર્ણય પછી તેને આ અધિકાર મળી ગયો હતો. ૨૦૧૦ માં સુષ્મિતા સેને એક અન્ય બાળકીની દત્તક લીધી, જેનું નામ તેણે અલીસા રાખ્યું.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY