Photos: પ્લે સ્કૂલની બહાર Taimur બહેન ઈનાયા સાથે આવ્યો નજર

0
68

1. Taimur Ali Khan

કરીના કપૂર ખાનના પુત્ર Taimur Ali Khan ના હજુ ૨ વર્ષ પણ પૂર્ણ થયા નથી અને બેબુ તૈમૂરની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. Taimur Ali Khan જ્યાં જાય છે મીડિયાના કેમેરાની નજર ત્યાં દોડી જાય છે. હવે તો ખુદ બેબી તૈમૂર મીડિયા ફોટોજર્નાલિસ્ટથી વાકિફ થવા લાગ્યો છે અને તેમને જોઈ પોતાનું નામ બોલવા પર સ્માઈલ પણ કરવા લાગે છે.

2. તૈમૂર અલી ખાન

તૈમૂર અલી ખાન પ્લે સ્કુલની બહાર, ઘરની બહાર અથવા મોમ કે નૈની સાથે નજર આવે છે તો તેનો ફોટો લેવા માટે મીડિયાથી લઈને ફેંસ દોડી જાય છે. તાજેતરમાં તૈમૂર સ્કૂલની બહાર તેની બહેન (ફોઈની પુત્રી) ઈનાયાની રાહ જોઈ રહ્યા હતા અને ત્યાં મીડિયાના લોકો તૈમૂરના નામની બૂમ પાડવા લાગે છે અને તે તેમને જોઈ હસવા લાગે છે.

3. તૈમૂર અલી ખાન

તે સમય તૈમૂરની સાથે ફોટો ક્લિક કરાવવા માટે એક ફેન તેનો મોબાઈલ નીકાળી બાજુમાં ઉભો રહે છે. જેથી નૈની ગુસ્સે થઇ જાય છે. જો કે, તૈમૂર છે જ એટલો ક્યુટ કે કોઈપણ તેની સાથે ફોટો ક્લિક કરાવવા ઈચ્છે છે પરંતુ તેના માટે પરમિશન લેવી જરૂરી છે.

4. તૈમૂર અલી ખાન

આ દિવસોમાં ફિલ્મી સ્ટાર્સની સાથે સાથે તેમના બાળકો પણ ખૂબ ચર્ચામાં છે. તૈમૂર અલી ખાન, અબરામ ખાન અને મીશા કપૂર અવારનવાર ખબરોનો ભાગ બની રહે છે.

5. તૈમૂર અલી ખાન

બોલિવુડના ફેમસ સ્ટારકિડ્સમાંથી એક તૈમૂર અલી ખાન વધારે ચર્ચામાં રહે છે. જી હાં, બધા કરીના અને સૈફના લાડલા તૈમૂરના ફોટા જોવાની રાહ આતુરતાથી જોતા હોય છે. તૈમૂરની લોકપ્રિયતા એટલી છે કે તેના ફોટા ઇન્ટરનેટ પર બવાલ મચાવે છે.

6. તૈમૂર અલી ખાન

સામાન્ય રીતે સેલેબ્સ તેમના બાળકોને મીડિયાની નજરથી બચાવતા હોય છે પરંતુ તૈમૂરની સાથે કરીના અને સૈફ અલી ખાને એવું કર્યું નથી. તૈમૂરના જન્મથી લઈને અત્યાર સુધી ઘણા ફોટા સોશિયલ મીડિયા પર આવ્યા છે.

7. તૈમૂર અલી ખાન

ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાન અને કરીના કપૂરનો પુત્ર તૈમૂર અલી ખાન દોઢ વર્ષનો થઇ ગયો છે. ૨૦ ડિસેમ્બર ૨૦૧૬ ના રોજ જ્યારે તેનો જન્મ થયો હતો ત્યારે તૈમૂર તેના નામને લઈને વિવાદમાં આવ્યો હતો. તૈમૂરના ક્યુટનેસની ચર્ચા ચારે તરફ થઇ રહી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY