… તો આ દિવસે જોવા મળશે ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ નું ફર્સ્ટ લૂક

0
137
Thugs of Hindostan

ફર્સ્ટ ટાઈમ ભારતીય સિનેમાના બે મોટા સ્ટાર અમિતાભ બચ્ચન અને આમિર ખાનને એક સાથે કોઈ ફિલ્મમાં જોવાની તક મળશે. આ ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ છે. આ ફિલ્મનું ફર્સ્ટ લૂક ૧૭ સપ્ટેમ્બરે દર્શકોની સામે આવશે. અવિશ્વસનીય કાસ્ટિંગ સાથે આ દિવાળી પર રિલીઝ થનાર આ સૌથી શાનદાર ફિલ્મ છે. યશ રાજ ફિલ્મ્સની ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ એક અવિશ્વસનીય ફિલ્મમાંથી એક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેમાં પહેલા ક્યારેય નહિ જોવામાં આવ્યા હોય તેવા વિઝ્યુઅલ અને સિનેમાઈ અનુભવની ભરમાર હશે.

આ ફિલ્મનું ટ્રેલર ૨૭ સપ્ટેમ્બર એટલે કે યશ ચોપરાના જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ટ્રેલર લોન્ચિંગની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. જ્યારે સંપૂર્ણ ઇન્ડસ્ટ્રી ટ્રેલર લોન્ચની તારીખનું અનુમાન લગાવી રહી છે. તાજેતરમાં આવેલ ખબર પ્રમાણે આ ફિલ્મના નિર્માતા શાનદાર મોશન પોસ્ટર્સ ના માધ્યમથી ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના બધા પ્રમુખ પાત્રોને રજૂ કરશે.

પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ માં કેટરીના ડાંસરનો રોલ પ્લે કરતા નજર આવશે. તેની સાથે તે ફિલ્મમાં એક આઈટમસોંગ કરતા પણ નજર આવશે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફિલ્મ ફિલિપ મીડોવ્સ ટેલરની નવલકથા ‘કન્ફેશન્સ ઓફ અ ઠગ’ પર આધારિત છે. આ ફિલ્મ વિજય કૃષ્ણ આચાર્ય દ્ધારા નિર્દેશિત છે. જેઓ ‘ધૂમ’ ફ્રેન્ચાઈઝી માટે ફેમસ છે. ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ માં ફર્સ્ટ ટાઈમ આમિર ખાન અને અમિતાભ બચ્ચન એકસાથે આવી રહ્યા છે. તો એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ફિલ્મ ધમાકેદાર કમાણી તો કરશે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, યશરાજની આ ફિલ્મનો પ્રોજેક્ટ વધારે મોંઘો છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY