પ્રથમ દિવસે જ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઇ ‘Baaghi 2’

0
760
Baaghi 2

આ શુક્રવારે બોક્સ ઓફિસ પર ટાઈગર શ્રોફ અને દિશા પટનીની નવી ફિલ્મ ‘Baaghi 2’ રિલીઝ થઇ છે. Baaghi 2 ફિલ્મની પ્રથમ દિવસની કમાણીના આંકડા સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે, બાગી ૨ એ પ્રથમ દિવસે  કુલ ૨૫.૧૦ કરોડનો બિઝનેશ કરી બધાને ચોંકાવી દીધા છે. અહેમદ ખાને ૨૦૦૪ માં લકીર અને ૨૦૦૭ માં ફુલ એન્ડ ફાઈનલ જેવી ફિલ્મો ડીરેક્ટ કરી હતી. હવે લગભગ ૧૧ વર્ષ બાદ તેમના ડીરેક્શનમાં બનેલ ફિલ્મ બાગી 2 રિલીઝ થઇ છે.

ફિલ્મની સ્ટોરી રોની (ટાઈગર શ્રોફ) અને નેહા (દિશા પટની) ની છે. રોનીએ આર્મી જોઈન્ટ કરી લીધી છે અને તેને કેટલાક કારણોથી નેહાના કહેવા પર ગોવા પરત આવવું પડે છે. નેહાને ઓળખતી રિયા નામની યુવતીને કિડનેપ કરી લેવામાં આવે છે. આ કેસની તપાસમાં રોનીની મુલાકાત ઉસ્માન ભાઈ (દિપક ડોબરિયાલ), ડીઆઈજી શેરગીલ (મનોજ વાજપેયી), એલએસડી રણદીપ હુડ્ડા સાથે સિલસિલેવાર ઘટનાઓની વચ્ચે થાય છે. ફિલ્મની સ્ટોરીમાં ઘણા ઉતાર-ચઢાવ આવે છે જેમાં શેખર (દર્શન કુમાર), સની (પ્રતિક બબ્બર) ની પણ એન્ટ્રી થાય છે. શું ફિલ્મની સ્ટોરીના અંતમાં રિયા મળશે કે નહિ? ફિલ્મની સ્ટોરીમાં આગળ શું ટ્વીસ્ટ આવે છે તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મની નબળી કડી પ્રેડીક્ટેબલ સ્ટોરી અને લંબાઈ છે. ફિલ્મની સ્ટોરી હજુ પણ વધારે શાનદાર થઇ શકતી હતી.  ફિલ્મમાં એક્શન સીન અને સંવાદ શ્રેષ્ઠ છે. ફિલ્મમાં ટાઈગર શ્રોફનું અત્યાર સુધીનું દમદાર પરફોર્મન્સ કહી શકાય. આ સિવાય મનોજ વાજપેયી, રણદીપ હુડ્ડા સહિત અન્ય સ્ટાર્સનું પરફોર્મન્સ પણ દમદાર છે. સમય-સમય પર આવતા આતિફ અસલમના સોંગ ફિલ્મની સ્ટોરીને વધારે દિલચસ્પ બનાવે છે.

ઉલ્લેખનીય છે કે, બાગી 2 નો હીરો ટાઈગર શ્રોફ છે, આ એલાન તો બાગી હીટ થયા પછી થઇ ગયું હતું. પરંતુ નિર્માતા સાજિદ નાડિયાદવાલા અને નિર્દેશક અહેમદ ખાનની હિરોઈનની શોધ ઘણા સમયથી ચાલતી હતી અને પછી ટાઈગર શ્રોફની ફ્રેન્ડ દિશા પટનીની પસંદગી કરવામાં આવી હતી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન સાજિદ નાડિયાદવાલાએ કોઈની પર્સનલ લાઈફ પર કમેન્ટ નાં કરતા કહ્યું કે, ટાઈગર અને દિશાની કેમેસ્ટ્રી ઘણી સારી છે અને આ જ કારણ છે તેમણે આ બંનેને બાગી ૨ માટે કાસ્ટ કર્યા છે. દિશા અને ટાઈગરનાં અફેરની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે, બંને ઘણીવાર સાથે જોવા મળ્યા છે. પરંતુ ટાઈગર અને દિશાએ હંમેશા એવું કહ્યું કે, અમે ફક્ત સારા ફ્રેન્ડ છીએ.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY