જાણો.. ‘Taarak Mehta…’ સિરીયલ સાથે જોડાયેલ કેટલીક અજાણી વાતો

0
6421

1. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

Taarak Mehta Ka Ooltah Chashmah સીરીયલ દર્શકોની પસંદિત સીરીયલ્સમાંથી એક છે. Taarak Mehta Ka Ooltah Chashmah સીરીયલની કોમેડીની દીવાની આખી દુનિયા છે. આ સીરિયલે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે.  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સિરીયલ ઘણા વર્ષોથી લોકોના દિલ પર રાજ કરે છે અને આ સિરીયલની સફળતા પાછળ તેના કલાકારોનો મોટો હાથ છે.  સબ ટીવીનો ફેમસ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આજે ઘરદીઠ ફેમસ છે. નાના બાળકોથી લઈને મોટા સુધી દરેક આ શો જોતા હોય છે. આ એક ફેમિલી શો છે. વર્ષ ૨૦૦૮થી શરૂ થયેલી આ સીરિયલે ઘણા રેકોર્ડ બનાવ્યો છે.  શો માં જેઠાલાલ અને દયાબેનના પુત્ર ટપ્પુને દર્શકો દ્ધારા વધારે પસંદ કરવામાં આવે છે.

2. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

નટુ કાકાને કેટલાક દિવસ માટે વેકેશન ગયા પછી બાઘાના રોલને થોડા દિવસ માટે સિરીયલમાં લાવવામાં આવ્યો હતો પરંતુ દર્શકોને બાઘાનો રોલ એટલો પસંદ આવ્યો કે તેમણે બાઘાની જગ્યા શોમાં કાયમી કરી દીધી.

3. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

શોમાં ચંપકલાલ જેઠાલાલના પિતા છે. તે તેમના ગેટઅપથી બાપુજી લાગે છે પરંતુ રીયલ લાઈફમાં અમિત ભટ્ટ (બાપુજી), દિલીપ જોશી (જેઠાલાલ) થી ૬ વર્ષ નાના છે.

4. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

[scg_html_300250]
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં રોશન સિંહ સોઢીનો રોલ ગુરુચરણ સિંહ પ્લે કરે છે. તેમાં આશ્ચર્યની વાત એ છે કે, સોઢીના ઓન સ્ક્રીન પુત્ર ગોગીનું પૂરું નામ ગુરુચરણ સિંહ સોઢી છે.

5. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

સિરીયલમાં તો પત્રકાર પોપટલાલ કુંવારા છે. પરંતુ પોપટલાલનો રોલ પ્લે કરનાર શ્યામ પાઠક મેરીડ છે. એટલું જ નહિ તેમને ત્રણ બાળકો પણ છે.

6. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

શોમાં આત્મારામ તુકારામ ભીડે શિક્ષક છે. રીયલ લાઈફમાં તે એક મિકેનિકલ એન્જીનીયર પણ છે. એટલું જ નહિ તે બ્લોગ્સ પણ લખે છે.

7. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલમાં ઓનસ્ક્રીન ભાઈ-બહેન દયા અને સુંદર લાલ રીયલ લાઈફમાં સગા ભાઈ બહેન છે. મયુર વાકાણી ઉંમરમાં દિશા વાકાણી કરતા નાનો છે. રીલ અને રિયલ લાઈફમાં બંનેની બોન્ડિંગ ખૂબ સારી છે.

8. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

શો માં દયા ભાભી ઉર્ફે દિશા વાકાણી એકદમ સંસ્કારી લાગે છે. પરંતુ તારક મહેતામાં આવ્યા પહેલા દિશા વાકાણી બી ગ્રેડ ફિલ્મમાં કામ કરી ચુકી છે. બી ગ્રેડ ફિલ્મમાં તેણે હોટ સીન આપ્યા હતા.

9. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

સુંદરલાલ ઉર્ફે મયુર વાકાણી વિશે ખાસ વાત એ છે કે, તે વ્યવસાયિક રીતે ફેમસ આર્ટીસ્ટ છે. મયુરે કોઈ ઇવેન્ટ માટે નરેન્દ્ર મોદીને તેમનું સ્ટેચ્યુ બનાવી ગિફ્ટ કર્યું હતું.

10. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

ઘણા વર્ષોથી ભવ્ય ગાંધી શોમાં ટપ્પુનો રોલ પ્લે કરી રહ્યો હતો. શોમાં ટપ્પુ અને ગોગી બહુ સારા ફ્રેન્ડ છે. તમને જણાવી દઈએ કે, ગોગીનો રોલ પ્લે કરનાર સમય શાહ ભવ્યનો કઝીન છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY