એક્ટર Varun Dhawan એ શેયર કરી તેમની ભત્રીજીની ફર્સ્ટ ઝલક

0
737

1. Varun Dhawan

થોડા દિવસ પહેલા Varun Dhawan ના ઘરે નાની પરીનું આગમન થયું હતું. તમને જણાવી દઈએ કે, 31 મે ના રોજ વરુણ ધવનના મોટા ભાઈ રોહિત ધવનની પત્ની જાહનવી દેસાઈ ધવને પુત્રીને જન્મ આપ્યો હતો. Varun Dhawan એ સોશિયલ મીડિયા દ્ધારા આ ખબરની માહિતી સાથે-સાથે પોતાની ખુશીઓનો ઉલ્લેખ પણ કર્યો હતો.

2. વરુણ ધવન

તાજેતરમાં વરુણ ધવને તેમની ભત્રીજીની ફર્સ્ટ ઝલક સોશિયલ મીડિયા પર શેયર કરી છે. શેયર કરેલ ફોટામાં વરુણ ધવનની આખી ફેમિલી નજર આવી રહી છે. વરુણ ધવનની સાથે તેમના પિતા ડેવિડ ધવન, માતા, ભાઈ અને ભાભી નજર આવી રહ્યા છે.

3. વરુણ ધવન

આ ફોટાની ખાસ વાત એ છે કે, બધાએ એક જેવી ટી-શર્ટ પહેરી છે. વરુણની ટીશર્ટમાં લખ્યું છે ચાચુ નંબર વન તો ડેવિડ ધવનની ટી-શર્ટ પર લખ્યું છે દાદુ નંબર વન. આ ફોટો શેયર કરતા વરુણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘લવ એટ ફર્સ્ટ સાઈટ’. પ્રાપ્ત માહિતી મુજબ, વરુણ તેમની ભત્રીજીની આવવાની ખુશીમાં એક શાનદાર પાર્ટીનું આયોજન કરવાના છે. રોહિત અને જાહ્નવીના મેરેજ ૨૦૧૨ માં થયા હતા અને આ તેમનું પ્રથમ બાળક છે.

4. વરુણ ધવન

ઉલ્લેખનીય છે કે, જ્યારે જાહનવી હોસ્પિટલમાં હતી ત્યારે વરુણ ધવન ઘણીવાર તેમને મળવા પહોચ્યા હતા. તો બીજી તરફ, વરુણ ધવન તેમની ગર્લફ્રેન્ડ નતાશા દલાલને તેમની ભત્રીજીને જોવા માટે હોસ્પિટલ લઇ જતા નજર આવ્યા હતા.

5. વરુણ ધવન

ઉલ્લેખનીય છે કે, વરુણ ધવન તેમની ચાઈલ્ડહુડ ફ્રેન્ડ નતાશા દલાલને ડેટ કરી રહ્યા છે. ધવન ફેમિલીમાં વરુણ અને નતાશાની ક્લોઝ બોન્ડિંગ સ્પષ્ટ નજર આવી રહી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY