Veere Di Wedding નો જલવો બરકરાર, બહુ જલ્દી ૧૦૦ કરોડ ક્લબમાં થશે સામેલ

0
294
Veere Di Wedding

બોક્સ ઓફિસ પર ફિલ્મ ‘Veere Di Wedding’ ની કમાણી બરકરાર છે. ફિલ્મ ધીરે-ધીરે ૧૦૦ કરોડ તરફ વધી રહી છે. જો વાત કરવામાં આવે ફિલ્મની કુલ કમાણીની તો ફિલ્મ ‘Veere Di Wedding’ એ અત્યાર સુધી કુલ ૭૩.૬૮ કરોડની કમાણી કરી છે. વિવાદો અને સવાલોની વચ્ચે ઘેરાયલ ફિલ્મ વીરે દી વેડિંગ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી છે. ફિલ્મે ફર્સ્ટ વીકમાં ૫૬.૯૬ કરોડ રૂપિયાની કમાણી કરી આ ફિલ્મ ટોપ ૫ ઓપનિંગ લિસ્ટમાં આવી ગઈ છે. કરીના કપૂર, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાનિયાની આ ફિલ્મ ફક્ત દેશમાં જ નહિ પણ વિદેશોમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

ડિરેક્ટર શશાંક ઘોષે કરીના કપૂર ખાન, સોનમ કપૂર, શિખા તલસાનિયા અને સ્વરા ભાસ્કર સ્ટારર એક એડલ્ટ કોમેડી ડ્રામા ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ બનાવી છે. ફિલ્મની સ્ટોરી ચાર ફ્રેન્ડસની છે જેઓ આધુનિક યુગમાં ખુશાલ જીવન જીવવાનો પ્રયત્ન કરે છે. ફિલ્મની સ્ટોરી શ્રેષ્ઠ છે. કરીના કપૂર ખાન, સોનમ કપૂર, શિખા તલસાનિયા અને સ્વરા ભાસ્કરની એક્ટિંગ દમદાર છે. ફિલ્મનું ડીરેક્શન, સિનેમેટોગ્રાફી, લોકેશન અને કાસ્ટિંગ દમદાર છે.

ફિલ્મની સ્ટોરી દિલ્હીની એક જ સ્કૂલમાં અભ્યાસ કરતી ચાર યુવતીઓની છે. સ્કૂલમાંથી નીકળ્યા પછી ૧૦ વર્ષ બાદ ચારેય ફ્રેન્ડ એટલે કે અવની (સોનમ કપૂર), સાક્ષી સોની (સ્વરાં ભાસ્કર), મીરાં (શીખા તલસાનિયા) અને કાલિંદી પૂરી (કરીના કપૂર ખાન) અલગ-અલગ સ્થિતિમાં હોય છે. સાક્ષી સોની મેરેજ તો કરી લે પરંતુ લંડન જઈને તેના પતિ વિનીત સાથે તલાક લઈને દિલ્હી પરત આવી જાય છે. બીજી તરફ, મીરાં તેના પિતાની મંજૂરી વગર અમેરિકાના રહેવાસી જ્હોન સાથે મેરેજ કરી લે છે અને તેને એક પુત્ર છે. દિલ્હીની રહેવાસી અવની વકાલતનો અભ્યાસ કરી મેટ્રોમોનિયલ વકીલ બની ગઈ છે. તો બીજી તરફ, કાલિંદીને ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ દરમિયાન રિષભ (સુમિત વ્યાસ) સાથે મુલાકાત થાય છે અને બંને મેરેજ માટે પ્લાન કરે છે. તેના માટે તેઓ ઓસ્ટ્રેલિયાથી દિલ્હી જતા રહે છે.

જ્યારે કાલિંદીના મેરેજની ખબર તે ત્રણેય ફ્રેન્ડને મળે છે તો તેઓ દિલ્હી આવી એક સાથે કાલિંદીના મેરેજમાં સામેલ થવા માટે તૈયાર થઇ જાય છે. આ ચારેયના જીવનમાં અલગ-અલગ ઉતાર ચઢાવ જોવા મળે છે. જ્યારે આ ચારેય સાથે કાલિંદીના મેરેજમાં મળે છે તો ઘણી સ્ટોરીઝ સામે આવે છે. ફિલ્મની સ્ટોરીમાં અગળ શું ટ્વીસ્ટ આવે છે તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY