‘Veere Di Wedding’ નું ફર્સ્ટ સોંગ રીલીઝ, જોવા મળ્યો કરીના-સોનમનો બોલ્ડ અંદાજ

0
9765

1. Veere Di Wedding

બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાનિયાની મોસ્ટ એવેટેડ ફિલ્મ ‘Veere Di Wedding’ નું ફર્સ્ટ સોંગ રીલીઝ થઇ ગયું છે. પહેલા ફિલ્મના ટ્રેલરે દર્શકોની વચ્ચે અલગ પ્રકારનો માહોલ બનાવ્યો છે તો બીજી તરફ, હવે ફિલ્મનું ફર્સ્ટ સોંગ ‘તારીફાં’ માં પણ સોનમ અને કરીના બ્વોય્ઝ ટ્રેન્ડને બદલતા નજર આવી રહી છે. ફિલ્મનું ટ્રેલર વધારે બોલ્ડ છે અને ટ્રેલરમાં દર્શકોને અભદ્ર શબ્દો સાંભળવા મળી રહ્યા છે.

2. વીરે દી વેડિંગ

ફિલ્મનું ફર્સ્ટ સોંગ ‘તારીફાં’ એક અલગ પ્રકારનું છે. આ સોંગમાં ચારેય યુવતીઓ પાસે યુવકો નજર આવી રહ્યા છે. દરેક ફિલ્મોમાં આઈટમ સોંગમાં લીડ એક્ટરની આજુબાજુ ઘણી યુવતીઓ નજર આવે છે. જ્યારે આ સોંગમાં યુવતીઓની આજુબાજુ યુવક નજર આવી રહ્યા છે. જો કે, સોંગમાં સોનમ, કરીના, સ્વરા અને શીખાનો અલગ અંદાજ નજર આવશે. જો સોંગના લીરીક્સ અને મ્યુઝીકની વાત કરવામાં આવે તો તે તમને વધારે મજેદાર લાગશે નહિ. ફિલ્મના આ સોંગને બાદશાહે ગાયુ છે.

3. વીરે દી વેડિંગ

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ સોનમ કપૂરના મેરેજની ખબરો વચ્ચે આગામી ફિલ્મ વીરે દી વેડિંગનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. સોનમ કપૂર સિવાય આ ફિલ્મમાં કરીના કપૂર ખાન અને સ્વરા ભાસ્કર પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ ૧ જૂને રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મથી કરીના કપૂર ખાન તૈમૂરના જન્મ પછી મોટા પડદા પર વાપસી કરી રહી છે.

4. વીરે દી વેડિંગ

વીરે દી વેડિંગ ટ્રેલરમાં લીડ એક્ટ્રેસિસ મોજ-મસ્તી કરતા નજર આવી રહી છે. ટ્રેલર રિલીઝ થયા પહેલા આ ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં કરીના, સોનમ અને સ્વરા ફની મુમેન્ટસ શેર કરતા નજર આવી હતી.

5. વીરે દી વેડિંગ

ફિલ્મને એકતા કપૂર સિવાય તેમની માતા શોભા કપૂરની સાથે સોનમની બહેન રિયા કપૂર પ્રોડ્યુસ કરી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મ ચાર ફ્રેન્ડસની સ્ટોરી છે, જેઓ મેરેજમાં જાય છે અને તે દરમિયાન સ્ટોરીમાં ઘણા ટ્વીસ્ટ આવે છે. ફિલ્મમાં સુમિત વ્યાસ કરીનાના દુલ્હાનો રોલ પ્લે કરી રહ્યો છે. ફિલ્મની સ્ટોરી મેહુલ સૂરી અને નિધિ મેહરાએ લખી છે.  આ ફિલ્મને ફીમેલ ઓડિયન્સને ધ્યાનમાં રાખી બનાવવામાં આવી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY