ફિલ્મ ‘Veere Di Wedding’ નું ન્યૂ સોંગ ‘વીરે’ થયું રિલીઝ

0
565

1. Veere Di Wedding

સોનમ કપૂર આહૂજા, કરીના કપૂર ખાન, શિખા તલસાનિયા અને સ્વરા ભાસ્કરની અપકમિંગ ફિલ્મ ‘Veere Di Wedding’ સતત લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બનેલ છે. તેનું મોટું કારણ ફિલ્મનો વિષય છે. જી હાં, ફિલ્મના વિષયે દર્શકોને ઉત્સાહિત કરી રાખ્યા છે, બીજી તરફ નિર્માતાઓ દર્શકોને ફિલ્મના પ્રતિ આકર્ષિત કરવા કોઈપણ તક છોડવા માંગતા નથી.

2. વીરે દી વેડિંગ

ફિલ્મના નિર્માતાઓએ આ સિલસિલામાં ‘વીરે-વીરે’ નામનું નવું સોંગ રીલીઝ કર્યું છે. આ સોંગમાં ફિલ્મની લીડ અભિનેત્રીઓ સોનમ કપૂર આહૂજા, કરીના કપૂર ખાન, શિખા તલસાનિયા અને સ્વરા ભાસ્કર ખૂબ એન્જોય કરતા નજર આવે છે.

3. વીરે દી વેડિંગ

જો સોંગની શરુઆતની વાત કરવામાં આવે તો તેમાં આ ચારેય અભિનેત્રીઓ સામાજીક બંધનો સામે લડતી નજર આવે છે અને એક સાથે દુનિયા ફરવાનો નિર્ણય લે છે. જેમ-જેમ સોંગ આગળ વધે છે તેમ-તેમ તમારા મગજમાં તે સપનાઓને જીવવા લાગે છે જે તમે ક્યારેક જોયા હશે.

4. વીરે દી વેડિંગ

1 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થનાર કરીના કપૂર ખાન, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાનિયાની નવી ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ ને લઈને દર્શકોમાં કેવા પ્રકારનો ઉત્સાહ છે તે જણાવવાની જરૂર નથી. ફિલ્મના ટ્રેલરે પહેલાથી દર્શકોની ઉત્સુકતા વધારી દીધી હતી અને હવે ફિલ્મના સોંગ દર્શકોનો ઉત્સાહ વધારી રહ્યા છે.

5. વીરે દી વેડિંગ

ફિલ્મ વીરે દી વેડિંગનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. સોનમ કપૂર સિવાય આ ફિલ્મમાં કરીના કપૂર ખાન અને સ્વરા ભાસ્કર પણ લીડ રોલમાં છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મથી કરીના કપૂર ખાન તૈમૂરના જન્મ પછી મોટા પડદા પર વાપસી કરી રહી છે.

6. વીરે દી વેડિંગ

ફિલ્મને એકતા કપૂર સિવાય તેમની માતા શોભા કપૂરની સાથે સોનમની બહેન રિયા કપૂર પ્રોડ્યુસ કરી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મ ચાર ફ્રેન્ડસની સ્ટોરી છે, જેઓ મેરેજમાં જાય છે અને તે દરમિયાન સ્ટોરીમાં ઘણા ટ્વીસ્ટ આવે છે. ફિલ્મમાં સુમિત વ્યાસ કરીનાના દુલ્હાનો રોલ પ્લે કરી રહ્યો છે. ફિલ્મની સ્ટોરી મેહુલ સૂરી અને નિધિ મેહરાએ લખી છે. આ ફિલ્મને ફીમેલ ઓડિયન્સને ધ્યાનમાં રાખી બનાવવામાં આવી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY