Video : લગ્નના 14 વર્ષ બાદ Shreyas Talpade બન્યો ડેડી, સરોગેસીથી થયો પુત્રીનો જન્મ

0
277

લગ્નના 14 વર્ષ બાદ Shreyas Talpade બન્યો ડેડી, સરોગેસીથી થયો પુત્રીનો જન્મ

ગોલમાલ એક્ટર Shreyas Talpade અને તેની પત્નીના ઘરે એક નાનકડી પરીનું આગમન થઇ ચુક્યું છે. શ્રેયસ અને દીપ્તિએ ૧૪ વર્ષ બાદ સરોગેસીથી મમ્મી-ડેડી બની ગયા છે. શ્રેયસે એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે, તે રજાઓ માણવા હોંગકોંગ જઈ રહ્યો હતો પણ ત્યાં જતા પહેલા જ તેના ઘરે બેબી ગર્લની કિલકારી ગુંજી ઉઠી છે.

શ્રેયસે જણાવ્યું કે, તેણે પોતાના વેકેશનનો પ્લાન બદલી દીધો અને તરત જ બેબીને મળવા પહોંચી ગયો. અત્યારે શ્રેયસની ખુશી સાતમાં આસમાને છે. બેટીના જન્મ બાદ શ્રેયસ અત્યારે બ્રેક લઇ બેબી ગર્લની સંભાળ કરી રહ્યો છે.

શ્રેયસનું કહેવું છે કે બેબી તેના પર જ ગઈ છે. જો કે, આ કપલે હજુ તેમની પુત્રીનું નામ નથી વિચાર્યું પણ તેમની લીસ્ટમાં ઘણા નામ શામેલ છે. અત્યારે બેબીના વેલકમની તૈયારીઓમાં બીઝી છે શ્રેયસ.

વેલ શ્રેયસ તમને અમારા તરફથી મેની મેની કોન્ગ્રેચ્યુલેશન્સ.

loading...

NO COMMENTS

LEAVE A REPLY