Video : Salman Khan બાદ હવે આ હીરો સાથે સ્ક્રીન શેયર કરશે ટાઈગર શ્રોફની ગર્લફ્રેન્ડ !

0
321

Salman Khan બાદ હવે આ હીરો સાથે સ્ક્રીન શેયર કરશે ટાઈગર શ્રોફની ગર્લફ્રેન્ડ !

બોલીવુડ એક્ટ્રેસ દિશા પટની આ દિવસોમાં ડીમાંડમાં છે. ફિલ્મ બાગી ૨ ની સફળતા બાદ તેને Salman Khan ની અપકમિંગ ફિલ્મ ભારત માટે સાઈન કરી લેવામાં આવી છે. હવે ખબર છે કે, દિશાને હ્રીતિક રોશનની આગલી ફિલ્મમાં લીડ ફિલ્મ માટે અપ્રોચ કરવામાં આવી છે.

રીપોર્ટસની માનીએ તો, રોહિત ધવન એક ફિલ્મની સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યા છે. ખબર અનુસાર, હ્રીતિક રોશને રોહિત ધવનની આ ફિલ્મ માટે પહેલા જ હા કરી દીધી છે. જ્યારબાદ ફિલ્મમેકર્સ એક એક્ટ્રેસની તલાશમાં હતા. હવે કહેવાઈ રહ્યું છે કે, તેમની આ તલાશ પૂરી થઇ ગઈ છે અને હ્રીતિકની ઓપોઝીટ દિશા પટનીને પસંદ કરી લેવામાં આવી છે. એટલું જ નહીં જો રીપોર્ટસની માનીએ તો, દિશાએ પણ આ ફિલ્મ માટે હા કરી દીધી છે.

ખબરોનું માનીએ તો, આ ફિલ્મને લઈને જુન કે જુલાઈના અંતમાં આધિકારિક એલાન થઇ શકે છે. આશા જણાવાઈ રહી છે કે, ફિલ્મની શૂટિંગ આવતા વર્ષે ૨૦૧૯ ની શરૂઆતમાં શરુ થઇ શકે છે.

તમને જણાવી દઈએ કે, હ્રીતિક રોશન અત્યારે પોતાની આગલી ફિલ્મ ‘સુપર ૩૦’ ની શૂટિંગમાં બીઝી છે. આ ફિલ્મમાં તે બિહારના ગણિતજ્ઞ આનંદ કુમારની ભૂમિકામાં નજર આવશે. ફિલ્મ આવતા વર્ષે 25 જાન્યુઆરીએ બોક્સોફીસ પર રીલીઝ થઇ રહી છે.

loading...

NO COMMENTS

LEAVE A REPLY