Video : 25 કરોડના ખર્ચે એકતા કપૂર બનાવશે નવો વેબ શો ‘Mehrunissa’ !

0
240

25 કરોડના ખર્ચે એકતા કપૂર બનાવશે નવો વેબ શો ‘Mehrunissa’ !

એકતા કપુરના ‘ગેમ્સ ઓફ થ્રોન્સ’ ના ઇન્ડીયન વર્ઝનને લઈને લગાવવામાં આવેલા કયાસો પર કહ્યું કે, તે આવો કોઈ જ અમેરિકી શોનું ઇન્ડીયન વર્ઝન નથી બનાવી રહી. તેની જગ્યાએ તે ;મ્હેરુનીસા’ બનાવી રહી છે. આ સલીમના બીજા પ્રેમ એટલે કે અફગાની શાશકની પુત્રી મેહ્રુનીસાને મેળવવાની કહાની છે. એકતા કપૂરે કહ્યું કે, ‘હું મેહ્રુનીસા’ બનાવી રહી છુ. વાસ્તવમાં, લોકો સલીમના પહેલા પ્રેમ અનારકલી વિષે તો સૌકોઈ જાણે છે. પણ અનારકલી ન મળવા પર મેહ્રુનીસા સાથે પ્રેમ થઇ ગયો હતો. આ વાત ઘણા ઓછા લોકો જાણે છે. સલીમના પિતા શહેનશાહ અકબરને આ નામંજૂર હતું. પછી સલીમ કેવી રીતે બગાવત કરીને મેહ્રુનીસાને મેળવે છે. તેની પર જ આ શો આધારિત છે. તમને જાણીને શોક લાગશે કે આ વેબ શો ૨૫ કરોડના બજેટમાં બની રહ્યો છે.

એક ઇન્ટરવ્યુમાં એકતાએ જણાવ્યું કે, આનું કુલ બજેટ 25 કરોડ રૂપિયા છે. આમાં હું ૧૨ એપીસોડસમાં બનાવીશ. આનું શૂટિંગ મેના છેલ્લા મહિનામાં શરુ થશે. શોનો આગાઝ જયપુરના રજવાડી મહેલોથી થશે. શોનું શૂટિંગ ૧૮૦ દિવસો સુધી ચાલશે. આ પછી શૂટ કરવામાં આવેલા સીન્સને સ્પેશીયલ ઈફેક્ટસ પણ આપવામાં આવશે. જેમાં ૬ મહિનાનો સમય લાગશે.

ખાસ વાત તો એ છે કે આ શોમાં એક્તાની ફેવરેટ મૌની રોય લીડ રોલ પ્લે કરતી જોવા મળશે.

જોઈએ હવે એકતાનો આ વેબ શો દર્શકોને કેટલું એન્ટરટેઈન કરે છે.

loading...

NO COMMENTS

LEAVE A REPLY