જાણો.. બોક્સ ઓફિસ પર ‘Vishwaroopam 2’ એ કરી કેટલી કમાણી?

0
340
Vishwaroopam 2

કમલ હસનની મોસ્ટ અવેટેડ ફિલ્મ Vishwaroopam 2 ને પ્રથમ દિવસે બોક્સ ઓફિસ મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મે તમિલનાડુમાં પ્રથમ દિવસે રેકોર્ડ બનાવ્યો તો બીજા દિવસે ઉત્તર ભારત એટલે કે હિન્દી બેલ્ટમાં સરેરાશ પ્રદર્શન રહ્યું છે. ઓપનિંગ ડે પર વિશ્વરૂપમ ૨ નું કલેક્શન ચેન્નાઈમાં ૯૩ લાખ રહ્યું છે. જ્યારે ફિલ્મ રિલીઝ પર મૂંઝવણના કારણે તેનું એડવાન્સ બુકિંગ થઇ શક્યું નથી.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, વિશ્વરૂપમ ૨ ચેન્નાઈ બોક્સ ઓફિસ પર રેકોર્ડતોડ કમાણી કરનાર ફિલ્મોમાં સામેલ થઇ ગઈ છે. તેની સાથે ફિલ્મે બાહુબલીનો રેકોર્ડ પણ તોડી દીધો છે. તેનાથી ઓછી કમાણી (૯૨ લાખ રૂપિયા) બાહુબલી: ધ કનક્લ્યુઝને તમિલ અને તેલુગુ બંને ભાષાઓને ગણીને કરી હતી. વિશ્વરૂપમ ૨ એ દક્ષિણના અન્ય રાજ્યોમાં પણ સારી કમાણી કરી છે. બીજી તરફ, હિન્દી બેલ્ટની વાત કરવામાં આવે તો ફિલ્મે અનુમાન પ્રમાણે કમાણી કરી નથી. ફિલ્મે ઉત્તર ભારતમાં પણ ખરાબ પ્રદર્શન કર્યું છે, લગભગ ૧.૫ કરોડ રૂપિયાની કમાણી કરી શકી છે.

વર્ષ ૨૦૧૩ માં જ્યારે કમલ હસનની ફિલ્મ વિશ્વરૂપમ રિલીઝ થઇ હતી તો દરેક તરફ કોન્ટ્રોવર્સીનો માહોલ બની ગયો હતો. હવે પાંચ વર્ષ બાદ આ ફિલ્મનો બીજો પાર્ટ રિલીઝ થયો છે. આ વખતે આ ફિલ્મને લઈને કોઈ વિવાદ સામે આવ્યો હતો નહિ. ફિલ્મની સ્ટોરી ટીપીકલ કમલ હસન સ્ટાઈલની છે. ફિલ્મમાં હાય ઓક્ટેન એક્શન દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જે આકર્ષણનું કેન્દ્ર છે. ફિલ્મનું ડિરેક્શન શ્રેષ્ઠ છે અને સિનેમેટોગ્રાફી સાથે-સાથે લોકેશન પણ કમાલનું છે.

કમલ હસન દ્ધારા બોલવામાં આવેલ કેટલાક સંવાદ પણ ખૂબ મજબૂત છે. ફિલ્મની નબળી કડી તેમાં સમય-સમય પર આવનાર ફ્લેશ બેક છે જે તમને કન્ફયુઝ કરી શકે છે. જો કે, ફિલ્મની શરુઆતમાં વિશ્વરૂપમ ૧ વિશે કેટલીક વાતો જણાવવામાં આવી છે પરંતુ ફિલ્મ જોતા સમયે તમારે તેની પહેલાના ભાગ સાથે સંપૂર્ણ રીતે પરિચિત થવું જોઈએ. આ ફિલ્મ તમને ટીપીકલ સાઉથ ઇન્ડિયાની ફિલ્મોની યાદ અપાવશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY