જાણો… કેટલી રિયલ છે બિગબોસના ઘરમાં બતાવવામાં આવતી લવ સ્ટોરીઝ!

0
1096

1. બિગબોસ

‘ખુલ્લમ-ખુલ્લા પ્યાર કરેગે હમ દોનો’ આ ગીતને બિગબોસના પ્રતિભાગી ઘણા સિરિયસલી લઈ રહ્યા છે અને આ કારણે બિગબોસ હાઉસમાં ઈશ્ક-મોહબ્બતના કિસ્સા સામાન્ય વાત છે. બિગબોસના ઘરમાં સીઝન ૧ થી દર્શકોને રોમાંસ અને લવનો તડકો જોવા મળી રહ્યો છે. આ બધાની લવ સ્ટોરીની શરુઆત ઘણી સારી થાય છે પરંતુ તે કોઈ હસીન અંજામ સુધી પહોચી શકતી નથી.

2. કરિશ્મા તન્ના અને ઉપેન પટેલ

આ બંનેની લવસ્ટોરી કોઈ પરીની વાર્તા જેવી છે. કરિશ્મા અને ઉપેન બિગબોસ સીઝન ૮ માં એકબીજાને મળ્યા હતા અને બંનેને લવ થઇ ગયો હતો. ત્યારબાદ ધીરે-ધીરે તેમના રિલેશનશિપમાં દરાર આવવા લાગી અને બંને અલગ થઇ ગયા.

3. ગૌતમ ગુલાટી અને ડાયેન્દ્રા સોરેસ

બિગબોસ સીઝન ૮ માં ગૌતમ-ડાયેન્દ્રાનું કનેક્શન વધારે ફેમસ થયું હતું. આ બંનેની લવસ્ટોરીએ તેમને વધારે ફેમસ બનાવી દીધા હતા. જો કે, થોડા સમય પછી બંનેનો પ્રેમ છુમંતર થઇ ગયો હતો.

4. તનીષા મુખર્જી અને અરમાન કોહલી

બિગબોસની લવ સ્ટોરીઝની ચર્ચા હોય અને તેમાં અરમાન-તનીષાનું નામ આવે નહિ તેવું શક્ય જ નથી. બિગબોસમાં આ બંનેના ઈશ્કના કિસ્સા ખૂબ ચર્ચામાં હતા. જો કે, બિગબોસ પછી તેમના ઈશ્કના કિસ્સા વધારે સમય સુધી ચાલી શક્યા નહોતા.

5. ગોહર ખાન અને કુશાલ ટંડન

બિગબોસ હાઉસમાં ગોહર અને કુશાલની લવસ્ટોરી વધારે ચર્ચામાં રહી હતી. ગોહર માટે કુશાલે અન્ય પ્રતિભાગીઓ સાથે પણ ખૂબ વિવાદ કર્યો હતો. શો ખતમ થયા છતાં તેમનો રોમાંસ જારી હતો. પરંતુ ત્યારબાદ કોઈ કારણસર બંને અલગ થઇ ગયા હતા.

6. સારા ખાન અને અલી મર્ચન્ટ

અલી અને સારાની લવ સ્ટોરી તો મેરેજ સુધી પહોચી છે. બિગબોસ સીઝન ૪ માં આ બંને ઇન્ડિયન ટેલીવિઝન પર મેરેજ કરી બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ પછી સાંભળવામાં આવ્યું કે, આ બંનેના મેરેજ પહેલાથી નક્કી હતા અને આ શો પછી બંનેના તલાક પણ થઇ ગયા હતા.

7. રાહુલ મહાજન અને પાયલ રોહતગી

બિગબોસ સીઝન ૨ માં પાયલ રોહતગી અને રાહુલ મહાજનનું અફેર અને તેમની કેમેસ્ટ્રી બધાને ખબર જ છે. શો દરમિયાન બંને ઘણીવાર એકબીજા સાથે ક્વોલીટી ટાઈમ સ્પેન્ડ કરતા નજર આવ્યા હતા. પરંતુ શો પૂર્ણ થયા પછી બંને વિશે કોઈ માહિતી સામે આવી નથી.

8. વીણા મલિક અને અશ્મિત પટેલ

બિગબોસ સીઝન-૪ ની કન્ટેસ્ટંટ વીણા મલિક અને અસ્મિત પટેલની સીઝલીંગ કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી હતી. શો દરમિયાન કિસ કરવું અને એકબીજાને મસાજ કરવું તે વીણા મલિક અને અસ્મિત પટેલ માટે સામાન્ય વાત છે. બંને બિગબોસના ઘરમાં એકબીજા પર ખૂબ પ્રેમ વરસાવ્યો હતો પરંતુ બિગબોસના ઘરમાંથી બહાર નીકળી બંને વચ્ચે કોઈ લવ રિલેશન જોવા મળ્યા હતા નહિ.

9. પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી

પ્રિન્સ અને યુવિકાની લવ સ્ટોરી પણ બિગબોસના ઘરમાં ખૂબ ચર્ચામાં રહી હતી. જો કે, યુવિકા જ્યારે બેઘર થઇ ત્યારે પ્રિન્સે અન્ય કન્ટેસ્ટંટ સાથે પણ ખૂબ ફલર્ટ કર્યું હતું. બિગબોસ પછી હવે એવી ખબર સામે આવી હતી કે, બંને સગાઈ કરવાના છે પરંતુ પ્રિન્સે બંને ફ્રેન્ડ છે એવું કહી બધાને ચોંકાવી દીધા હતા.

10. મનુ પંજાબી અને મોનાલીસા

બિગબોસ સીઝન ૧૦ માં પણ રોમાંસ જોવા મળી રહ્યો છે. આ વખતે બે વિરોધી ટીમના કન્ટેસ્ટંટ વચ્ચે રોમાંસ શરુ થયો છે.સેલિબ્રિટી ગ્રુપની મોનાલીસા અને કોમન મેનની ગેંગના મનુ પંજાબી વચ્ચે રોમાંસ જોવા મળી રહ્યો છે.

 

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY