શાહરૂખ ખાનની પુત્રી Suhana Khan ને લોન્ચ કરી શકે છે કરણ જોહર

0
215

1. Suhana Khan

તાજેતરમાં શાહરૂખ ખાનની પુત્રી Suhana Khan એ એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું જેના કારણે તે ચર્ચામાં આવી હતી. સુહાના ધીરે-ધીરે ગ્લેમરની દુનિયામાં આવી રહી છે. Suhana Khan ને બોલિવુડના કેટલાક ટોપ ફિલ્મકાર લોન્ચ કરવા માંગે છે. ખબરોની માનીએ તો બોલિવુડ ફિલ્મકાર કરણ જોહર કિંગ ખાન શાહરૂખ ખાનની પુત્રી સુહાનાને લોન્ચ કરી શકે છે.

2. સુહાના ખાન

શાહરૂખ ખાનના ફ્રેન્ડ કરણ જોહર જ શાહરૂખની ફર્સ્ટ ચોઈસ છે પરંતુ તે અને તેની પત્ની ગૌરી ખાન બોલિવુડના કેટલાક બીજા નામ પર પણ વિચાર કરી રહ્યા છે. ચર્ચા છે કે, સંજય લીલા ભણસાલી અને સુજોય ઘોષ સુહાનાને તેમની ફિલ્મોથી બોલિવુડમાં લોન્ચ કરવા માંગે છે. હવે તે સમયની સાથે ખબર પડશે કે, સુહાનાનું ડેબ્યુ કોની ફિલ્મથી થશે.

3. સુહાના ખાન

સુહાના ખાનનું બોલિવુડ ડેબ્યુ ક્યારે થશે તે વિશે કોઈ નથી જાણતું પરંતુ દરેકને ખબર છે કે, સુહાના તેની પહેલા કરોડો ફેંસ કમાવી લીધા છે. સુહાના ખાન રોજબરોજ કોઈના કોઈ ફોટો સોશિયલ મીડિયા પર શેયર કરતી રહે છે, જે લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની જાય છે.

4. સુહાના ખાન

થોડા સમય પહેલા જ સુહાના તેના પરિવાર સાથે વેકેશન એન્જોય કરવા વિદેશ ગઈ હતી, ત્યાંથી તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. ત્યારબાદ હવે સુહાના તેના ફ્રેન્ડસ સાથે વેનિસમાં વેકેશન એન્જોય કરી રહી છે. સુહાનાએ તેના કેટલાક ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા છે.

5. સુહાના ખાન

ઉલ્લેખનીય છે કે, વોગ ફેશન મેગેઝીનના ઓગષ્ટ એડિશનના કવરપેજ પર આ વખતે તમને જોવા મળશે શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન. આ મેગેઝીન માટે સુહાના ખાને તેનું ફર્સ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. પોતાના ફર્સ્ટ ફોટોશૂટમાં સુહાના ખાનના જલવા તમને દિવાના કરી દેશે. આ બોલ્ડ અને સેક્સી ફોટોશૂટમાં સુહાના ખાન ઇન્ડસ્ટ્રીની નેક્સ્ટ સુપરસ્ટારથી કંઈ કમ નથી લાગી રહી.

6. સુહાના ખાન

સુહાનાના બોલિવુડ ડેબ્યુને લઈને અલગ પ્રકારની વાતો બોલિવુડની ગલીઓમાં છે પરંતુ શાહરૂખ ખાને સુહાનાને સ્પષ્ટ કહી દીધું છે કે, પહેલા તેણે કોલેજનો અભ્યાસ પૂર્ણ કરવાનો છે. આ દિવસોમાં ફિલ્મી સ્ટાર્સની સાથે સાથે તેમના બાળકો પણ ખૂબ ચર્ચામાં છે. જાહનવી કપૂર, સારા અલી ખાન, તૈમૂર અલી ખાન, અબરામ ખાન અને મીશા કપૂર અવારનવાર ખબરોનો ભાગ બની રહે છે અને આ લિસ્ટમાં સુહાનાનું નામ પણ સામેલ છે.

7. સુહાના ખાન

મુંબઈની ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં દસમું પાસ કર્યા પછી સુહાના લંડનની સ્કૂલમાં વધુ અભ્યાસ કરી રહી છે. પિતાની જેમ સુહાના પણ બોલિવુડમાં તેની કારકીર્દી બનાવવા માંગે છે. સુહાનાને એક્ટિંગનો શોખ છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY