આ છે દુનિયાની સૌથી વિવાદિત કિસિંગ મુમેન્ટ

0
12792

1. આ છે સૌથી વિવાદિત કિસિંગ મુમેન્ટ

ઘણા દેશોમાં પ્રતિબંધિત તો ઘણી જગ્યાઓ પર પ્રેમનો ઈઝહાર કરનાર કિસ ક્યારેક ક્યારેક મોટા વિવાદ ઉભા કરી દે છે. દુનિયાભરના સેલિબ્રિટીઝની વાત જવા દો પરંતુ કેટલીક ભારતીય હસ્તીઓ સાથે પણ ઘણીવાર એવા કિસિંગ વિવાદ થઇ ગયા છે કે જેના કારણે તે ફક્ત ચર્ચામાં જ નહિ પરંતુ પોતાના નામની સાથે એક નવો વિવાદ ઉભો કરી દીધો છે. એક્ટર હોય કે એક્ટ્રેસ જ્યારે જ્યારે ફિલ્મોમાં તેમણે કિસિંગ સીન કર્યો તો લોકોની વાહવાહી મળી પરંતુ જ્યારે આવું કંઈ તેમણે રિયલ લાઈફમાં કર્યું તો તેઓ વિવાદોમાં ઘેરાઈ ગયા.

2. હૃતિક રોશન – રેખા

હૃતિક રોશન અને બોલીવુડની સદાબહાર બ્યુટી રેખાની આ કિસિંગ મુમેન્ટ ખૂબ ચર્ચામાં રહી હતી. જો કે, આ બંને એકબીજાને કિસ કરવા માંગતા નહોતા પરંતુ અજાણતા રેખા અને હૃતિક એટલા નજીક આવી ગયા કે કેમેરા કંઇક આવું કેપ્ચર થઇ ગયું.

3. મિક્કા સિંહ – રાખી સાવંત

મિક્કા સિંહ અને રાખી સાવંતનો આ કિસિંગ સીન ખૂબ ચર્ચામાં રહ્યો છે. મિક્કાએ અચાનક જ રાખી સાવંતને કિસ કર્યો અને ત્યારબાદ બંને વચ્ચે ખૂબ કોન્ટ્રોવર્સી થઇ હતી.

4. રિચર્ડ ગેરે – શિલ્પા શેટ્ટી

એડ્સ જાગૃતતા સમારોહ દરમિયાન રિચર્ડ ગેરે વધારે ઉત્તેજિત થઇ ગયા અને તેમણે શિલ્પાના ગાલ પર કિસ કર્યું હતું. જો કે, પછી વાત કોર્ટ સુઘી પહોચી હતી.

[scg_html_300250]

5. સિદ્ધાર્થ માલ્યા – દીપિકા પાદુકોણ

એક આઈપીએલ મેચ દરમિયાન સિદ્ધાર્થ માલ્યાએ જાહેરમાં દીપિકા પાદુકોણને કિસ કર્યું હતું. ત્યારબાદ આ ખબર આગની જેમ ફેલાઈ ગઈ હતી. જો કે, તે સમયે દીપિકા સિદ્ધાર્થને ડેટ કરતી હતી.

6. પ્રતિક બબ્બર – એમી જેક્સન

દર્શકોની વચ્ચે પોતાની સારી ઈમેજ ધરાવતા પ્રતિક બબ્બર આ ફોટા પછી ખૂબ ચર્ચામાં રહ્યા હતા. આ ફોટામાં પ્રતિક એક પાર્ટીમાં નશામાં ધૂત થઇ એમી જેક્સનને કિસ કરતા નજર આવી રહ્યા છે. પ્રતિક અને એમીનો આ ફોટો ખૂબ વાયરલ થયો હતો.

7. મહેશ ભટ્ટ – પૂજા ભટ્ટ

પિતા-પુત્રીની આ જોડીએ તે સમયે વિવાદો સર્જ્યો હતો જ્યારે એક ફોટામાં બંને એકબીજાને લિપ કિસ કરતા નજર આવ્યા હતા. આ ફોટાને લઈને બંને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

8. રાણી મુખર્જી – કેટરીના કેફ

રાણી મુખર્જી અને કેટરીના કેફે ત્યારે શરમિંદગીનો સામનો કરવો પડ્યો હતો જ્યારે એક સમારોહ દરમિયાન એકબીજાને ગળે મળતા સમયે એટલા નજીક આવી ગયા કે જાણે એકબીજાને કિસ કરતા હોય.

9. પ્રિન્સ ચાર્લ્સ – પદ્મિની કોલ્હાપુર

બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ જ્યારે ઇન્ડિયાના પ્રવાસ પર હતા ત્યારે તે એક ફિલ્મના સેટ પર વિઝીટ માટે પહોચ્યા હતા. તે દરમિયાન અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરે તેમને જાહેરમાં કિસ કર્યું હતું. આ ઘટનાથી બધા ચોંકી ગયા હતા. જો કે, પદ્મિની આ ઘટના બાદ વિવાદમાં આવી હતી.

10. રામ જેઠમલાની – લીના ચંદ્રાવરકર

ઘણીવાર કોન્ટ્રોવર્સીમાં રહેનાર સીનીયર એડવોકેટ રામ જેઠમલાનીએ ફેમસ એક્ટ્રેસ અને દિવંગત સિંગર કિશોર કુમારની પત્ની લીના ચંદ્રાવરકરને કિસ કર્યું હતું.

11. ડ્રેક – મડોના

રેપર ડ્રેક તે સમયે વધારે હેરાન થઇ ગયા હતા જ્યારે એક કાર્યક્રમના મંચ  મડોનાને તેમને કિસ કર્યું હતું.

 

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY