Zero ટીઝર: શાહરૂખ અને સલમાન ખાને ફેંસને આપી ઈદી

0
893
Zero

શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ Zero નું ટીઝર સામે આવી ગયું છે. શાહરૂખ ખાને ફેંસને ઈદની શુભેચ્છા પાઠવતા ટીઝર રિલીઝ કર્યું છે. ફિલ્મ Zero ના ટીઝરની શરૂઆત ફેમસ શાયર મજરૂહ સુલ્તાનપુરીના શેરથી શરુ થાય છે. ઠીંગણાના રોલમાં શાહરૂખ ખાનની એન્ટ્રી થાય છે. શાહરૂખના કિરદારનું નામ બઉઆ સિંહ છે. કેટરીના કેફના ફોટાવાળી ટી-શર્ટ પહેરી કિંગ ખાન એન્ટ્રી કરે છે. બેકગ્રાઉન્ડમાં જાવેદ જાફરીનો અવાજ ચાલી રહ્યો છે. ત્યારબાદ સલમાન ખાનની એન્ટ્રી થાય છે અને બંને દેશી અંદાજમાં ડાંસ કરે છે.

ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ઝીરો’ માં લાસ્ટ ટાઈમ મોટા પડદા પર શ્રીદેવીની ઝલક જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન આનંદ એલ રાયનું છે. આ ફિલ્મમાં કેટરીના કેફ અને અનુષ્કા શર્મા મહત્વના રોલમાં છે. તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૭ માં શ્રીદેવીની સાથે-સાથે બોલિવુડની તમામ અભિનેત્રીઓએ આ ફિલ્મમાં સ્પેશિયલ અપીયરેંસ માટે શૂટિંગ કર્યું હતું. શ્રીદેવીની સાથે કાજોલ, રાણી મુખર્જી, કરિશ્મા કપૂર અને આલિયા ભટ્ટની ઝલક આ ફિલ્મમાં જોવા મળશે.

તમને જણાવી દઈએ કે, શાહરુખ ખાન, કેટરીના કેફ અને અનુષ્કા શર્મા સ્ટારર આ ફિલ્મ ૨૧ ડીસેમ્બર ૨૦૧૮ ના રોજ રીલીઝ થશે. આ પહેલા આ તિકડી ફિલ્મ જબ તક હૈ જાનમાં પણ પોતાની ધમાકેદાર કેમેસ્ટ્રીથી સૌકોઈને પોતાના દીવાના બનાવી ચૂકી છે. ત્યારે ફેંસ ફિલ્મ ઝીરોમાં ફરીથી આ તિકડી જોવા માટે આતુર છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY