કિશમિશ પલાળીને ખાવાથી થાય છે આ સ્વાસ્થ્યવર્ધક ફાયદા

0
353

1. કિશમિશ ખાવાથી થાય છે આ ફાયદા

કિશમિશ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ જો તમે તેને પલાળીને ખાવાની આદત રાખશો તો તે અતિ ઉત્તમ ગણાશે. તેના માટે તમારે માત્ર ૮-૧૦ કિશમિશને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળીને રાખી દો. ત્યારબાદ સવારે તેનું સેવન કરવાથી ઘણો જ ફાયદો થાય છે. કિશમિશમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર પુષ્કળ માત્રામાં મળી આવે છે. તેથી જ તેને સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. કિશમિશમાં પ્રાકૃતિક શુગર પણ ભરપૂર પ્રમાણમાં રહેલું છે.

2. કિશમિશ ખાવાથી થાય છે આ ફાયદા

પાચનમાં મદદરૂપ :
કિશમિશમાં ફાઈબર બહોળાં પ્રમાણમાં હોય છે, જે પાચનમાં મદદરૂપ બને છે. ૧૦-૧૨ કિશમિશ રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળીને સવારે તે કિશમિશને સારી રીતે તે જ પાણીમાં પીસી લો અને ખાલી પેટ પી લો.

3. કિશમિશ ખાવાથી થાય છે આ ફાયદા

ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ:
કિશમિશમાં તે બધા જ પોષકતત્વો હોય છે, જે ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ છે. શિયાળામાં પ્રતિદિવસ તેનું સેવન કરવાથી બેક્ટેરિયા અને ઇન્ફેકશન (સંક્રમણ) થી લડવામાં રોગ પ્રતિકારક શક્તિ મળે છે.

4. કિશમિશ ખાવાથી થાય છે આ ફાયદા

શ્વાસની દુર્ગંધને દૂર કરે:
કિશમિશમાં એન્ટી-બેક્ટેરીયલ ગુણ હોય છે. તેનાથી બેક્ટેરિયાથી લડવામાં સહાયતા મળે છે અને મોઢાં માંથી આવતી દુર્ગંધને દૂર કરે છે.

5. કિશમિશ ખાવાથી થાય છે આ ફાયદા

હાડકાંનાં સ્વાસ્થ્ય માટે લાભદાયક:
કિશમિશમાં વધારે માત્રામાં કેલ્શિયમ અને માઈક્રો ન્યૂટ્રીયંટ મળી આવે છે. તેનાથી હાડકા સ્વસ્થ અને મજબૂત બને છે.

6. કિશમિશ ખાવાથી થાય છે આ ફાયદા

લીવરનાં દુઃખાવામાં રાહત:
કિશમિશ એક ઉત્તમ ડ્રાય ફ્રૂટ છે, જે શરીરમાં રહેલા ઝેરીલાં પદાર્થોને બહાર કાઢવામાં સહાયક બને છે અને લીવરને તેની અસર થવાથી બચાવે છે.

7. કિશમિશ ખાવાથી થાય છે આ ફાયદા

હ્રદયની બીમારીઓનાં નિવારણમાં સહાયક:
કિશમિશમાં ફાઈબર અને અન્ય પોષકતત્વ રહેલા હોય છે. જે કોલેસ્ટ્રોલનાં સ્તરને નિયંત્રિત કરે છે અને હ્રદયની બીમારીઓને પણ બચાવે છે.

8. કિશમિશ ખાવાથી થાય છે આ ફાયદા

ઉર્જાનો સંચાર કરે છે
કિશમિશમાં રેહલા ફ્ર્ક્ટોસ અને ગ્લૂકોઝ શરીરમાં ઉર્જાનો સંચાર કરે છે. સીમિત માત્રામાં કિશમિશનું સેવન કરવાથી નબળાઈ નથી આવતી અને વજન પણ વધે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY