જાણો લીંબુ કેવી રીતે વધારશે તમારી સુંદરતા?

0
437

1. સ્કીન માટે લીંબુના ફાયદા

લીંબુમાં સાઇટ્રિક એસિડ, વિટામિન સી, વિટામિન બી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. ઉનાળામાં લૂથી બચવા માટે લીંબુનો રસ અને સંચળ પાણીમાં મિક્સ કરીને પીવાથી રાહત મળે છે. લીંબુ આપણા શરીરને સ્વસ્થ રાખે છે અને સાથે સુંદરતા પણ વધારે છે. તો આજે આ આર્ટીકલમાં અમે તમને જણાવીશું કઈ રીતે લીંબુ અને તેનો ઉપયોગી છે.

2. સ્કીન માટે લીંબુના ફાયદા

જો તમને ખીલ કે નાની ફોલ્લી થઇ છે તો લીંબુનો રસ લગાવવાથી ફાયદો થાય છે. લીંબુમાં વિટામિન સી હોવાને કારણે તમારી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે. લીંબુના રસમાં નખ ડુબાડી રાખવાથી નખ મજબુત બને છે. આ ઉપરાંત નખનુ પીળાપણુ પણ દૂર થાય છે.

3. સ્કીન માટે લીંબુના ફાયદા

ઉંમર વધવાની સાથે સાથે તેની નિશાનીઓ પણ દેખાવા લાગે છે. લીંબુ એક સારુ એંટીઓક્સીડેંટ છે. જે ત્વચા પરની કરચલીઓ દૂર કરવામાં ફાયદારૂપ છે. બદામના ભૂકામા લીંબુનો રસ મિક્સ કરી તેનુ ફેસ પેક બનાવી ચહેરા પર લગાવી શકો છો. આ ફેસ પેક ૨૦ મિનિટ સુધી રાખવુ. વાળમાં કરેલા હેર કલરને દૂર કરવો હોય તો, વાળમાં લીંબુનો રસ લગાવો અને તેને તડકામાં સુકવો. લીંબુમાં રહેલ સાઈડટ્રિક એસિડથી હેર કલક દૂર થઈ જાય છે. અંડરઆર્મ કાળા પડી જવાની સમસ્યા લગભગ 90 ટકા મહિલાઓને હોય છે. જો તમે પણ આવી સમસ્યાથી પરેશાન છો તો લીંબુના ફાડામાં ખાંડ ભરીને અંડરઆર્મ પર ઘસવાથી મૃત ત્વચા દૂર થઇ જશે.

4. સ્કીન માટે લીંબુના ફાયદા

ખીલ અને બ્લેકહેડ્સ જેવી સમસ્યા પાછળ ઓઈલી સ્કિન જવાબદાર છે. સ્કિન પરનુ ઓઈલ કંટ્રોલ કરવા માટે લીંબુ કારગર ઉપાય છે. લીંબુમાં રહેલુ સાઈટ્રિક એસિડ ત્વચા પરના રોમ છિદ્રોને સંકોચે છે. લીંબુનો રસ પાણીમાં મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી સારુ પરિણામ મળી શકે છે. તમને પાચનની સમસ્યા હોય તો લીંબુનો ઉપયોગ કરો. એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરી તેનુ સેવન કરો. તેનાથી શરીરની અનાવશ્યક ટોક્સિન બહાર નિકળી જશે. સાથે જ પાચન તંત્ર સારુ રહે છે. ત્વચાનો રંગ પણ નિખરે છે.

5. સ્કીન માટે લીંબુના ફાયદા

વજન ઉતારવા સૌથી ઉપયોગી લીંબુ છે. લીંબુમાં પેક્ટિન હોય છે. જે ભુખને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે. પેક્ટિનયુક્ત ભોજન ખુબ સારુ માનવામાં આવે છે. તેમાં કેલરી અને ફૈટ ખુબ ઓછી માત્રામાં હોય છે. લીંબુનો રસ પાણીમાં મિક્સ કરીને પીવાથી પેટનો ભાગ ઘટે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY