અખરોટના સેવનથી મેળવો આ ચમત્કારિક ફાયદા

0
1266

1. ત્વચાની સમસ્યાનો અકસીર ઈલાજ છે અખરોટ

અખરોટનો ઉપયોગ કૂકીઝ, કેક, ચોકલેટ વગેરે બનાવવા માટે કરવામાં આવે છે. અખરોટમાં ઘણા બધા વિટામીન, મિનરલ્સ, એન્ટીઓક્સિડેંટ્સ અને આવશ્યક ફેટી એસિડ્સ પુષ્કળ માત્રામાં રહેલા છે. આ કારણે ત્વચા અને વાળ માટે ઘણું સારું હોય છે. આજે મેકઅપ અને સ્કીન કેરની કેટલીક બ્રાન્ડ્સને અખરોટને પોતાનો મુખ્ય ઘટક બનાવ્યો છે.

2. ત્વચાની સમસ્યાનો અકસીર ઈલાજ છે અખરોટ

અખરોટમાં એન્ટીઓક્સીડેન્ટ પુષ્કળ માત્રામાં મળી આવે છે, જેના કારણે તે એજિંગનાં લક્ષણોને દૂર કરવામાં સહાયક સાબિત થયું છે. તેમાં વિટામીન B મળી આવે છે, જે તણાવને દૂર કરીને મૂડને ઠીક કરે છે. તે સિવાય અખરોટમાં વિટામીન E પણ રહેલું છે, જો એજિંગનાં લક્ષણોને ઓછુ કરે છે.

3. ત્વચાની સમસ્યાનો અકસીર ઈલાજ છે અખરોટ

અખરોટમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તે આંખનાં ડાર્ક સર્કલને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. નિયમિત રીતે આખો નીચે અખરોટનું તેલ લગાવવાથી આંખોના સોજા અને ડાર્ક સર્કલથી આરામ મળે છે. અખરોટ આંખોને આરામ આપે છે અને ત્વચા પર ચમક લાવીને રંગત નિખારે છે.

4. ત્વચાની સમસ્યાનો અકસીર ઈલાજ છે અખરોટ

જો તમારી ત્વચા ડ્રાય છે તો અખરોટ તમારી ત્વચા માટે પરફેક્ટ છે, તે ત્વચાને ભેજ આપે છે. જો તમારી ત્વચા ડ્રાય છે અને ખંજવાળ આવે છે તો અખરોટનું હુંફાળું તેલ તમારા માટે ફાયદાકારક છે. દરરોજ સૂતા પહેલા અખરોટનાં તેલથી માલીશ કરો અને સવારે હુંફાળા પાણીથી ધોઈ લો.

5. ત્વચાની સમસ્યાનો અકસીર ઈલાજ છે અખરોટ

સ્કેલ્પમાં થતા ડેન્ડ્રફને દૂર કરવામાં અખરોટનું તેલ ઘણું ઉપયોગી છે. અખરોટનું તેલ માથાની ત્વચા પર સારી રીતે માલીશ કરો. કારણ કે, એવું કરવાથી માથાની ત્વચા ડ્રાય નથી થતી. તે સિવાય અખરોટ તેલમાં પ્રાકૃતિક રૂપથી ભેજ આપે છે. જેના કારણે અખરોટ ડેન્ડ્રફ સબંધિત સમસ્યાઓમાં અસરકારક છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY