તરબૂચના છે આ અઢળક ફાયદા, જાણીને રહી જશો દંગ

0
824

1. તરબૂચના ફાયદા

ઉનાળાની સીઝન શરૂ થતાં જ માર્કેટમાં તરબૂચ મળવાના શરુ થઇ જાય છે. તરબૂચ સ્વસ્થ માટે ખુબ જ ફાયદાકારક છે. તરબૂચમાં પાણીનું પૂરતું પ્રમાણ હોવાથી પણ તેના સીધા ફાયદા રહેલા છે. મોટા પ્રમાણમાં તરબૂચનો ઉપયોગ કરવાથી જે રસાયણ તત્ત્વો મળે છે તે બ્લડપ્રેશરને સ્વસ્થ રાખે છે.

2. તરબૂચના ફાયદા

અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ગરમીની સિઝનમાં તરબૂચ દરરોજ ઉપયોગમાં લેવાથી તમામ લોકોને ફાયદો થાય છે, તેમાં કોઈ વયમર્યાદા રહેલી નથી. ખૂબ જ રસીલું તરબૂચ શરીર માટે ઘણું જ ફાયદાકારક છે. કારણ કે, તેમાં ૯૨ ટકા પાણીનો ભાગ રહેલો હોય છે.

3. તરબૂચના ફાયદા

[scg_html_300250]
તરબૂચમાં લાયકોપેન મળી આવે છે, જે ત્વચાની ચમકને જાળવી રાખે છે. હ્રદય સબંધી બીમારીઓને રોકવા માટે તરબૂચ એક રામબાણ ઉપાય છે. તરબૂચ હ્રદય સબંધી બીમારીઓને દૂર રાખે છે. જો કે, આ કોલેસ્ટ્રોલનું લેવલ નિયંત્રિત કરે છે, જેનાથી આ બીમારીઓનું જોખમ ઓછુ થાય છે. તરબૂચ કોઈપણ ઈંફેક્શનથી બચાવે છે. તેમજ અસ્થમા, આર્થરાઈટિસ, કોલોન કેંસર અને ડાયાબિટીઝમાં આ ઉપચારાત્મક પ્રભાવ કરે છે. ડાયાબિટિઝ માટે તરબૂચના બીજ ફાયદાકરક સાબિત થાય છે.

4. તરબૂચના ફાયદા

તરબૂચમાં પુષ્કળ માત્રામાં વિટામીન હોવાના કારણે શરીરની ઈમ્યૂન સિસ્ટમને પણ સારી રહે છે, તેમજ વિટામીન ‘A’ આંખો માટે સારું છે. તરબૂચ ખાવાથી મગજ શાંત રહે છે અને ગુસ્સો ઓછો આવે છે. હકીકતમાં તરબૂચની તાસીર ઠંડી હોય છે, તેથી જ દિમાગ શાંત રહે છે.

5. તરબૂચના ફાયદા

તરબૂચનાં નિયમિત સેવનથી કબજીયાતની સમસ્યા દૂર થઇ જાય છે. સાથે જ લોહીની કમી હોવા પર તરબૂચનું જ્યુસ ઘણું જ ફાયદામંદ સાબિત થાય છે. તરબૂચને ચહેરા પર ઘસવાથી નિખાર તો આવે જ છે, સાથે જ બ્લેકહેડ્સ પણ દૂર થઇ જાય છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY