Beauty Tips: તમારી સ્કીન માટે ફાયદાકારક છે ટમેટાનું Face Mask

0
1300

1. ટામેટાનું ફેસ માસ્ક

કયારેક ક્યારેક એવી સામાન્ય વસ્તુઓ પણ આપણી ત્વચા માટે ઘણું સારું કામ કરે છે. જેમકે લીંબુ, ટામેટા અને બટાકા. ટામેટાને ચહેરા પર લગાવવાથી ત્વચા પર કમાલની ચમક આવી જાય છે. ઘરે રહીને જ તમે ટમેટાનાં જ્યુસ બનાવી શકો છો અને તમારી સ્કીનને સાફ કરવા માટે અથવા તેનો ફેસ માસ્ક તરીકે યૂઝ કરી શકો છો.

2. ટામેટાનું ફેસ માસ્ક

જો તમારા ચહેરા પર ખીલ છે તો આ ફેસ માસ્ક ઘણું જ ફાયદાકારક. તેના માટે ટામેટાની સ્લાઈસને કાપો અને ઉપરનાં ભાગને કાઢી લો. પછી તેને ગરમ પાણીમાં નાખો અને પછી તેની છાલને કાઢી લો. હવે ટામેટાના બીજ કાઢીને બાકીના ભાગને પીસીલો અને ચહેરા પર લગાવી લો. ૧ કલાક બાદ ચહેરાને ધોઈ લો. તમે ઈચ્છો તો આ પેસ્ટમાં કાકડી અથવા દહીં મિક્સ કરીને લગાવી શકો છો.

3. ટામેટાનું ફેસ માસ્ક

જો તમારી પાસે સમય નથી, તો એક કટોરીમાં લીંબુનો રસ નીચવો અને તેમાં ટામેટાનો રસ ભેળવો. પછી તેને ચહેરા પર લગાવો અને ૫ મિનીટ બાદ હુંફાળા ગરમ પાણીથી ચહેરાને ધોઈ લો.

4. ટામેટાનું ફેસ માસ્ક

ટામેટા અને ચંદનના પાઉડરનું મિશ્રણ લગાવવાથી ત્વચામાં કોલાજેનનું પ્રોડક્શન વધે છે, જેનાથી નવી કોશિકાઓ બને છે અને કસમયે પડતી કરચલીઓ દૂર થાય છે. ટામેટાની પેસ્ટમાં એક ચમચી મુલતાની માટી ભેળવો અને આ પેસ્ટને ચહેરા પર લગાવીને ૧૫-૨૦ મિનીટ સુધી રહેવા દો. પછી પાણી વડે ચહેરો ધોઈ લો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY