ગરદન પરની ડાર્કનેસ દૂર કરવા માટે અપનાવો આ ઘરેલું ઉપચાર

0
805

1. ગરદનની ત્વચાને ગોરી બનાવવાનો ઉપાય

સુંદર દેખાવાની ચાહત દરેક વ્યક્તિની હોય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેનો ચહેરો સુંદર દેખાય, પરંતુ આપણે હંમેશા ગરદનનની ત્વચાને અવગણીએ છીએ. જ્યારે ચહેરાની સુંદરતામાં ગરદનનો મહત્વનો રોલ હોય છે. ગરદનની ત્વચા ખૂબ જ કોમળ અને સેન્સેટીવ હોય છે. પરસેવો અને ધૂળ માટીનાં કારણે ગરદન પર મેલ જામવા લાગે છે. જેનાથી ગરદનની ત્વચામાં ડાર્કનેસ આવી જાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ આર્ટીકલમાં આપવામાં આવેલ ઉપાય ગરદનમે માત્ર ૨૦ મિનીટમાં દૂર કરી શકે છે. ગરદનની સફાઈ કરવા માટે આ ઉપાયમાં ૩ સ્ટેપ સામેલ છે.

2. ગરદનની ત્વચાને ગોરી બનાવવાનો ઉપાય

સ્ટેપ ૧ સ્ટીમિંગ
પહેલા સ્ટેપ એટલે કે, સ્ટીમિંગમાં તમે એક નાનો ટોવેલ લઈને તેને ગરમ પાણીમાં ડીપ કરો. ત્યારબાદ વધારાનાં પાણીને નીચોવીને ટોવેલને તમારી ગરદન પર લપેટો. ૫ મિનીટ સુધી ટોવેલને ગરદન પર લગાવી રહેવા દો. આ ત્વચાને ભેજ આપવા સાથે બંધ પોર્સને ખોલે છે. સ્ટીમથી ગરદન પર જામેલી ગંદકી અને ડેડ સ્કીન બહાર આવે છે.

3. ગરદનની ત્વચાને ગોરી બનાવવાનો ઉપાય

સ્ટેપ -૨ એક્સફોલીએટિંગ
બીજો સ્ટેપ એટલે કે, એક્સફોલીએટિંગ કરવા માટે એક ચમચી મીઠું લો, તેમાં એક ચમચી બેકિંગ સોડા અને ત્રણ ચમચી નાળીયેર તેલ લો. ત્યાર બાદ ત્રણેયને એક બાઉલમાં લઈને મિક્સ કરો. હવે આ મિશ્રણને લઈને તમારી ગરદન પર લગાવી લો અને ૫ મિનીટ સુધી આંગળીઓની મદદથી હળવે હાથે મસાજ કરો. આ મિશ્રણ તમારી ત્વચાની ગંદકી અને મૃત કોશિકાઓને હટાવવામાં મદદ કરે છે.

4. ગરદનની ત્વચાને ગોરી બનાવવાનો ઉપાય

સ્ટેપ – ૩ વાઈટનિંગ
આ ઉપાયમાં વાઈટનિંગ પેસ્ટ સામેલ છે. આ પેસ્ટને બનાવવા માટે એક ચમચી ચંદન પાઉડર, એક ચમચી મુલતાની માટી, એક લીંબુનો રસ અને અડધો કપ કાચું દૂધ એક બાઉલમાં મિક્સ કરો. લીંબુનો રસ ભેળવવાથી દૂધ જામી જશે અને પેસ્ટ ઘાટી બની જશે. પેસ્ટ બનાવ્યા બાદ ગરદન પર લગાવીને, ૧૦ મિનીટ માટે છોડી દો. મસાજની કોઈ જરૂર નથી. આ એક પ્રાકૃતિક બ્લીચની જેમ કામ કરે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY