દિવાળી પર ટ્રાય કરો આ મેકઅપ ટીપ્સ…

0
936

1. દિવાળી માટે ખાસ મેકઅપ ટીપ્સ

દિવાળી પર બધાથી અલગ દેખાવા માટે તમારો મેકઅપ પણ અલગ હોય તે ઘણું જ જરૂરી છે. જ્યારે તે તમારી સુંદરતાને સરખી રીતે અને ઢંગથી નિખારે તો જ તમારા વ્યક્તિત્વને આકર્ષિત બનાવે છે. સુંદર અને અલગ લુક મેળવવા માટે ડ્રેસિંગથી લઈને મેકઅપ સુધી તમારું ધ્યાન ખેંચો. દિવાળીમાં પાર્ટી, પૂજન, લગ્નની રસમોમાં તમારી સ્ટાઈલ અને મેકઅપ સૌથી ખાસ હોય તે જરૂરી છે. તો આવો આજે અમે તમને દિવાળી પર તમારા ખાસ લુક માટે મેકઅપ ટીપ્સ વિશે બતાવીએ, જે તાજગી ભરેલો અનુભવ આપે છે.

2. દિવાળી માટે ખાસ મેકઅપ ટીપ્સ

ફાઉન્ડેશન
પહેલા તો તમે પોતાની સ્કીન પર ગ્લો મોઈશ્ચરાઈઝર લગાવો. ત્યાર બાદ તમારા સ્કીન ટોન સાથે મેચ થતું ફાઉન્ડેશન લગાવો, પરંતુ તેનું ખાસ ધ્યાન રાખો ફાઉન્ડેશન સ્કીનથી અલગ ન દેખાય. ઘણી વખત તે બહુજ ખરાબ દેખાય છે. તમને બજારમાં ઘણા બધા પ્રકારના ફાઉન્ડેશન મળી રહેશે.

3. દિવાળી માટે ખાસ મેકઅપ ટીપ્સ

આઈશેડો
ડસ્કી અને ડાર્ક આંખો ડાર્કને આકર્ષિત કરે છે. પરંતુ આંખો માટે શેડોનાં કલરની પસંદગી કરતા પહેલા કેટલીક વાતો પર ધ્યાન આપો. જેમકે, સાથે તમે લીપ કલર પણ યૂઝમાં લઇ રહ્યા છો. તેની સાથે મેચ થતા આઈશેડો યૂઝ કરો. તેમજ દિવાળી જેવા મોકા પર લાઈટ આઈશેડો લગાવશો તો સારું રહેશે.

4. દિવાળી માટે ખાસ મેકઅપ ટીપ્સ

લિપસ્ટિક
લિપસ્ટિકને લગાવતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે લિપસ્ટિક લગાવો, જેનાથી તમારો મેકઅપ સારી રીતે ઉભરી આવશે. સાથે જ દિવસમાં લાઈટ કલર્સ જેવા કે – પીચ અને પિંક યૂઝ કરી શકો છો. ડે-નાઈટની પાર્ટીમાં રેડ શેડ્સની લિપસ્ટિક સારો લુક આપે છે. રેડ, ચેરી, ટોમેટો, ઓરેન્જ બેસ્ટ ઓપ્શન છે જે તમે ટ્રાઈ કરી શકો છો.

5. દિવાળી માટે ખાસ મેકઅપ ટીપ્સ

કોમ્પેક્ટ
હાલમાં શીમર પ્રોડક્ટ્સ ઘણાં જ ચલણમાં છે. આ ઘણો જ રોયલ લુક આપે છે. પરંતુ ધ્યાન રાખો કે જ્યારે તમે તેનો ઉપયોગ કરી રહ્યા છો, તો ત્યારે તેને વધારે ન લગાવો. કારણ કે, ફેસ પર વધારે ચમક આવી શકે છે. આ ચમકને ઓછી કરવા માટે તેના પર કોમ્પેક્ટ પાઉડર લગાવો. પાઉડર સ્ક્રીન સાથે મેચ થતો હોવો જોઈએ. કોમ્પેક્ટ ખરીદતા સમયે તમારા ફેસ અનુસાર બજારમાં વેરાયટી પણ તમને મળી જશે.

6. દિવાળી માટે ખાસ મેકઅપ ટીપ્સ

બ્લશર ઓન
જ્યારે સિઝન બદલે છે તો તમે લાઈટ મેકઅપનો ઉપયોગ કરી શકો છો. તેને તમે તાજગી ભરેલો અનુભવ કરી શકો છો. ઈચ્છો તો પીચ અને પિંક કલરનાં બ્લશરનો ઉપયોગ કરી શકો છો. અને એક વાત છે કે લાઈટ કલર્સ તમારા પર ઘણા સારા દેખાશે. ફેયર જ નહી, પરંતુ ડસ્કી કોમ્પ્લેશન પર પણ આ રંગ ઘણા સારા દેખાય છે. તમે સૌથી પહેલા પોતાના ચીકબોનને શેડ કરો. પછી ફેસનાં મેકઅપને ફાઈનલ ટચ આપવા માટે હંમેશા પિંક બ્લશનો ઉપયોગ કરો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY