નવરાત્રિમાં માતાજીના માટીનાં પરંપરાગત ગરબાને આ રીતે આપો નવો લૂક

0
1530

1. માટીનાં પરંપરાગત ગરબાની સજાવટ

નવરાત્રિ ઉત્‍સવ એટલે નવ મહારાતોનો મહોત્‍સવ, આ નવ રાતોમાં માં આદ્યશક્‍તિ ગરબે ઘૂમે છે. નવરાત્રી એટલે ગુજરાતની ઓળખાણ. આ ઉત્‍સવમાં ગુજરાતીઓ શેરીઓમાં અને પાર્ટી પ્લોટમાં ગરબે ઘુમે છે, સાથે જ ગુજરાતીઓમાં નવરાત્રિનું મહત્વ પણ ઘણું જ છે. આધ્યાત્મિક રીતે લોકો માતા શક્તિની અર્ચના-આરાધના કરે છે. માં અંબાને રીઝવવા માટે નવ દિવસ અખંડ દીવો કરે છે.

2. માટીનાં પરંપરાગત ગરબાની સજાવટ

નવરાત્રિમાં બજારમાં માટીના રંગબેરંગી માટીના ગરબા મળે છે જેને તમે આર્ટિફિશિયલ ટચ આપીને આધુનિક બનાવી શકો છો. માટીનાં ગરબા ઉપર આર્કષક કલર લગાવીને તેના પર ગ્લુની મદદથી મોતી, કાચ, ડાયમંડ વગેરેથી સજાવી શકો છો.

3. માટીનાં પરંપરાગત ગરબાની સજાવટ

માટીના ગરબાને અલગ-અલગ મનમોહક કલર અને પેઇન્ટિંગ ડિઝાઈન કરીને તેને આધુનિક ટચ આપી શકો છો. આકર્ષિત ગરબા પરંપરાગત તહેવારમાં નવીનતા ઉમેરવા સાથે શ્રદ્ધામાં પસંદગીનો અવકાશ પૂરે છે. આવા આકર્ષિત ગરબા માતાનાં સાનિધ્યમાં શ્રદ્ધાનો દીપ જલાવે છે.

4. માટીનાં પરંપરાગત ગરબાની સજાવટ

બજારમાં અત્યારે ૫૦ રૂપિયાથી માંડીને ૨૫૦ રૂપિયાની કિંમતના માટીના ગરબા મળે છે, જેના પર તમે સ્ટોન, મોતી વગેરે લગાવી નવીનતા લાવી શકો છો. બજારમાંથી સાદા ગરબા લાવીને તમે ઘરે જ તેને ડેકોરેટીવ બનાવી શકો છો. જેમાં તમારે બહુ ખર્ચો નહી કરવો પડે, તમારા ઘરમાં પડેલા મટીરીયલનાં ઉપયોગથી તમે ગરબાને સુશોભિત કરી શકો છો.

5. માટીનાં પરંપરાગત ગરબાની સજાવટ

માટીનાં ગરબા સિવાય ચાંદી, તાંબા અને પિત્તળનાં ગરબાને પણ તમે અલગ-અલગ કલર લગાવીને તેના પર પણ સુશોભન કરી શકો છો. પણ ધ્યાન રાખો કે કલર લગાવ્યા પછી તેને એક દિવસ માટે સૂકવવા દેવો જરૂરી છે. કારણ કે, માટીના ગરબા ધાતુના ગરબાની સરખામણીએ જલ્દીથી કલર શોષી લે છે. ગરબા સારી રીતે સુકાયા બાદ તેના પર ગ્લુની મદદથી વેલવેટ કાપડની બોર્ડર પણ લગાવી શકો છો જે ગરબાને એકદમ અલગ લુક આપે છે.

6. માટીનાં પરંપરાગત ગરબાની સજાવટ

આ સિવાય બજારમાં કલરફૂલ ક્લે મળે છે. તમે ઈચ્છો તો માટીના ગરબા પર તે કલરફૂલ ક્લેનાં અલગ અલગ શેપ બનાવી લગાવી શકો છો. જેમકે, લીલા કલરની ક્લેનાં નાના-નાના પાંદડા બનાવીને માટીના ગરબાનાં કાંઠા પર ચોંટાડી શકો છો, પછી લાલ કે કેસરી કલરની ક્લેના ફૂલ બનાવીને ગરબાની ચારે બાજુ લગાવી શકો છો. આ રીતે ક્લેનો ઉપયોગ કરીને તમે ગરબાને વધારે સુંદર બનાવી શકો છો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY