સવારે ભૂખ્યા પેટે જીરાનું પાણી પીવાથી દૂર ભાગે આ રોગો

0
1235

1. જીરા પાણી પીવાથી દૂર ભાગે આ રોગો

તમે આજ સુધી જીરાનો ઉપયોગ ફક્ત સબ્જીમાં વઘાર માટે કર્યો હશે. પરંતુ શું તમે જાણો છો કે, જીરાનાં અન્ય ઉપયોગથી કેટલીક બીમારીઓથી છુટકારો મળે છે. એન્ટીસેપ્ટિક અને વિટામિન્સ-મિનરલ્સ જેવા ગુણોથી ભરપૂર જીરું ઘણી બીમારોને દૂર રાખે છે. આજે અમે તમને જીરાના કેટલાક લાભ વિશે જણાવીશું.

2. જીરા પાણી પીવાથી દૂર ભાગે આ રોગો

પાચનતંત્ર મજબૂત બને
આજકાલ લોકોની જેવી લાઈફસ્ટાઈલ બની ગઈ છે, તેનાં કારણે પાચનતંત્ર ખરાબ થઇ જાય છે. સવારે ભૂખ્યા પેટે જીરાનું પાણી પીવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. જીરામાં રહેલા ગુણોના લીધે ડાયઝેશનમાં ઘણું જ લાભકારી નીવડે છે. જીરાનું પાણી પાચન સિસ્ટમને સરળ બનાવે છે.

3. જીરા પાણી પીવાથી દૂર ભાગે આ રોગો

શરદી-ખાંસીમાં રાહત આપે
આજકાલ ઘણી જ ઝડપથી સીઝન બદલાઈ રહી છે, તેમાં શરદી-ખાંસી થવી મામુલી વાત છે. જીરાના પાણીથી શરદી-ખાંસી અને વાયરલ તાવ જેવી બીમારીઓથી દૂર રહીએ છીએ. જીરામાં ભરપૂર માત્રામા એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરમાં એકઠા થઇ રહેલ ઝેરીલાં પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે.

4. જીરા પાણી પીવાથી દૂર ભાગે આ રોગો

ગેસ અને કબજિયાતથી મુક્તિ
જો સર્વે કરવામાં આવે તો લગભગ ૯૦ ટકા લોકો ગેસ અને કબજિયાત જેવી પેટની બીમારીઓથી પીડિત મળશે. સવારે ભૂખ્યા પેટે જીરાનું પાણી કબજિયાતને મૂળથી ખત્મ કરે છે. જો તમે જીરાના પાણીમાં રાતભર પલાળીને તેનું પાણી સવારે પીવામાં આવે તો તેનાથી લીવર પણ મજબૂત બને છે.

5. જીરા પાણી પીવાથી દૂર ભાગે આ રોગો

ઇમ્યુનિટી વધારે
જીરાના પાણીને આયર્નનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. ન માત્ર આયર્ન પરંતુ તેમાં વિટામીન A અને વિટામીન C પણ પુષ્કળ માત્રામાં હોય છે. સવારે ભૂખ્યા પેટે જીરાનાં પાણીને પીવાથી ઇમ્યુનિટી લેવલ વધે છે. તમને જણાવી દઈએ કે, ઈમ્યુન સિસ્ટમ કેટલીક બીમારીઓને આમંત્રણ આપે છે.

6. જીરા પાણી પીવાથી દૂર ભાગે આ રોગો

ઊંઘની ઉણપ
જો ભાગદોડ ભરેલી જિંદગી અને તણાવના લીધે તમને પણ ઊંઘ ન આવતી હોય તો સવારે ભૂખ્યા પેટે જીરાનું પાણી પીવાનું શરુ કરવું જોઈએ. આમતો ઊંઘ ન આવવાનું કારણ મોટાપો પણ હોઈ શકે છે. જો તમને ઊંઘની ઉણપ અનુભવાતી હોય તો ભૂખ્યા પેટે જીરાનું પાણી ઘણું જ મદદગાર સાબિત થશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY