ડેન્ડ્રફથી છૂટકારો અપાવશે આ ઘરગથ્થુ ઉપાય

0
871

1. ડેન્ડ્રફથી છૂટકારો અપાવશે આ ઘરગથ્થુ ઉપાય

ડેન્ડ્રફ મતલબ માથાની મૃત ત્વચા. તેના કારણે ક્યારેક-ક્યારેક ખંજવાળ પણ થાય છે અને તે ઘણું જ શર્મજનક પણ હોય છે. સૌથી ખરાબ વાત તે છે કે, તેનો કોઈ ઈલાજ સરળ નથી, જો તમારા માથાની ત્વચા તૈલીય છે અને તમને ડેન્ડ્રફની સમસ્યા છે તો તમારા માટે આજનો આર્ટિકલ ઘણો જ ફાયદાકારક છે.

2. ડેન્ડ્રફથી છૂટકારો અપાવશે આ ઘરગથ્થુ ઉપાય

ટી ટ્રી ઓઈલ માથાની ત્વચામાં તેલનું સંતુલન બનાવવામાં સહાયક હોય છે અને માથાની ત્વચામાંથી નીકળતા ફ્લેક્સને દૂર કરે છે. આ એન્ટી-ફંગલ અને એન્ટી-બેક્ટેરીયલ છે. તેમજ આ ડેન્ડ્રફનાં ઉપચારમાં સહાયક છે. કારણ કે, માથાની ત્વચામાં ફંગલ ઇન્ફેકશન થવા પર ડેન્ડ્રફ થાય છે.

3. ડેન્ડ્રફથી છૂટકારો અપાવશે આ ઘરગથ્થુ ઉપાય

તમે જોયું હશે કે, કેટલાક એન્ટી-ડેન્ડ્રફ શેમ્પૂમાં લીંબુ હોય છે. લીંબુ ઘણું જ અસરકારક છે, જેથી માથાની ત્વચા પર લીંબુનો રસ લગાવો અને ઓછામાં ઓછુ ૧૫ મિનીટ સુધી લગાવેલો રહેવા દો. પછી શેમ્પૂની મદદથી વાળ ધોઈ લો.

4. ડેન્ડ્રફથી છૂટકારો અપાવશે આ ઘરગથ્થુ ઉપાય

એલોવેરા જેલ માથાની ત્વચાને ભેજ પ્રદાન કરે છે અને તેને તૈલીય પણ નથી બનાવતો. તેનાથી માથાની મૃત ત્વચા નીકળી જાય છે અને ત્વચા તૈલીય પણ થતી નથી. એલોવેરા જેલને ૨૦ મિનીટ લગાવીને રાખો અને પછી ધોઈ લો.

5. ડેન્ડ્રફથી છૂટકારો અપાવશે આ ઘરગથ્થુ ઉપાય

એપલ સાઈડર વિનેગરમાં થોડું પાણી ભેળવીને તેને માથાની ત્વચામાં લગાવો. તેનાથી માથાની ત્વચાનું પીએચ લેવલ બેલેન્સ રહે છે અને ફ્લેક્સ નથી આવતા. ૧૫ મિનીટ બાદ વાળને ધોઈને કન્ડીશનર કરી દો.

6. ડેન્ડ્રફથી છૂટકારો અપાવશે આ ઘરગથ્થુ ઉપાય

લીમડાનાં પાન અને પાણીને ભેળવીને પેસ્ટ બનાવી લો અને આ પેસ્ટને વાળમાં લગાવો. આ ઘણું જ અસરકારક છે કારણ કે, લીમડામાં એન્ટી-ફંગલ હોય છે તથા તે ડેન્ડ્રફને દૂર કરે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY