Half Bun હેર સ્ટાઈલ આપશે તમને ગ્લેમર લૂક

0
927

1. Half Bun હેર સ્ટાઈલ આપશે તમને ગ્લેમર લૂક

અત્યારે વરસાદ અને ગરમી બંને સિઝન સાથે ચાલી રહી છે. આવી સિઝનમાં જો તમે ક્યાંય ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ફંકી-કૂલ આઉટફીટ સાથે કેવી હેરસ્ટાઈલ મેચ કરશો? ગરમીના લીધે તમને વાળ ખુલ્લા રાખવા નહીં ગમે તો બીજી તરફ પોની કે બન લેવું પણ બોલ્ડ ફેશન જેવું લાગશે. આ મૂંઝવણમાંથી બહાર કાઢવા આજે અમે તમારા માટે એક નવો જ ઓપ્શન લઈને આવ્યા છીએ તે છે Half Bun હેર સ્ટાઈલ. આજકાલ બોલિવુડની જગતની ગ્લેમર સુંદરીઓ પણ હાફ બન હેર સ્ટાઈલના રંગમાં રંગાયેલી જોવા મળે છે. ત્યારે જ કોઈ પણ ફંક્શન હોય કે ઇવેન્ટ હોય બોલિવુડની એક્ટ્રેસ આ હેર સ્ટાઈલમાં દેખાઈ રહી છે.

2. આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટની આ હેર સ્ટાઈલને સાધુ બન કહી શકો છો. બોલિવુડની ક્યુટ ગર્લ અલીયા ભટ્ટ પર આ હાફ બન હેર સ્ટાઈલ ખૂબ સારી લાગી રહી છે.

3. કેટરીના કેફ

તો કેટરીના કેફ પણ કેમ રહી જાય? એચટી મોસ્ટ સ્ટાઈલીશ અવોર્ડસ ૨૦૧૬ દરમિયાન રેડ કાર્પેટ પર ઓફ શોલ્ડર ગાઉન સાથે હાફ હેર સ્ટાઈલમાં એકદમ ગ્લેમર અવતારમાં દેખાઈ હતી. આ ગાઉનમાં હાફ બન તેની સુંદરતામાં ઘણો જ વધારો કરી રહ્યું હતું.

4. જેકલીન ફર્નાડીઝ

એપ્રિલ ૨૦૧૬ જૂન મેગેઝીનના કવર પેજ પર જેકલીન ફર્નાડીઝે સ્ટાઈલીશ આઉટફીટ સાથે હાફ બન હેરસ્ટાઈલમાં દેખાઈ હતી. લાઈટ કલર ડ્રેસિંગ સાથે હાફ બન ચાર ચાંદ લગાવી રહ્યું છે.

5. સોનમ કપૂર

ગ્લેમર જગતની ફેશન આઇકોન કહેવાતી સોનમ કપૂર એક ઇવેન્ટ દરમિયાન સ્ટાઈલીશ બ્લેક આઉટફીટ સાથે હાફ બન હેર સ્ટાઈલમાં નજર આવી હતી. જેમાં તે એકદમ ફેશન દિવા લાગી રહી હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY