રાતોરાત આ રીતે હટાવો Dark Circles….

0
1206

1. રાતોરાત આ રીતે હટાવો Dark Circles….

ડાર્ક સર્કલ એટલે કે આંખોની નીચે કાળા ઘેર કોઈ પણ સુંદરતામાં એક ધબ્બા બની શકે છે. હંમેશા Dark Circles ના વધવાને વંશપરમ્પરાગત માનવામાં આવે છે જે ઉંમર વધવાની સાથે વધે છે. પણ એવું જરૂરી નથી કે Dark Circles હંમેશા ઉંમર વધવાના કારણે જ થાય. આ પ્રદુષણ, ધુમ્રપાન, ઊંઘની કમી, અસ્વસ્થ આહાર જેવા અન્ય કારણોના લીધે પણ થઇ શકે છે.

2. ગુલાબ જળ

ગુલાબ જળ સુંદરતા માટે કેટલું ઉપયોગી છે તેનાથી તો સૌકોઈ વાકેફ છે. અને ગુલાબ જળનો ઉપયોગ સ્કીનને સાફ અને જીવંત કરવામાં મદદ કરે છે. આંખો માટે અને ડાર્ક સર્કલ્સ દુર કરવા માટે પણ ગુલાબજળ ઉપયોગી છે.

સૌથી પહેલા ૨ મોટી ચમચી ગુલાબ જળ લો અને આમાં કેટલીક મીનીટો માટે કોટન બોલ્સને ભીના કરી રાખો. જયારબાદ પોતાની આંખ બંધ કરો અને ગુલાબજળથી પલળેલા રૂના ટુકડાને પોતાની આંખો પર રાખો. આને ૧૫ મિનીટ સુધી પોતાની આંખો પર રહેવા દો અને પછી નોર્મલ પાણીથી ધોઈ લો.

3. દૂધ

દૂધ સ્કીનને મોસ્ચ્યુરાઇઝ કરવામાં મદદ કરે છે કારણ કે, આમાં લેક્ટીક એસીડ હોય છે. એટલે આ પ્રાકૃતિક રૂપે આંખ નીચે પડેલા ડાર્ક સર્કલ્સ અને સોજાને ઓછા કરવામાં મદદ કરે છે.

ઠંડા દૂધમાં એક રૂના ટુકડાને ડુબાવી દો અને આને આંખની નીચે રાખો, આને લગભગ ૧૫ મિનીટ સુધી આંખો પર રહેવા દો. ઝડપથી અને સારા પરિણામો માટે દીવસમાં બે કે ત્રણ વખત આને કરો. તમે આ ઉપાયને જેટલું વધારે કરસો તેટલી જ ઝડપથી તમારી આંખોપરથી ડાર્ક સર્કલ્સ હટશે.

4. લીંબુનો રસ

લીંબુનો રસ ડેડ સ્કીનને હટાવવા અને સ્કીનને ચમકદાર બનાવવા મદદ કરે છે.

રૂના ટુકડાની મદદથી તમારી આંખોની નીચે લીંબુનો રસ લગાવો. આને ૧૦ મિનીટ સુધી છોડી દો. અને પછી નોર્મલ પાણીથી ધોઈ લો. તમે આને દિવસમાં બે વખત સવાર અને સાંજે કરી શકો છો.

5. એલોવેરા જેલ

એલોવેરા જેલ ત્વચાને હાઈદ્રેદ કરવા અને આને પોષણ આપવામાં મદદ કરે છે.

એક તાજા એલોવેરાનું પત્તું લઈને આને નીચોવી જેલ નીકાળો. તમે માર્કેટમાં ઉપલબ્ધ એલોવેરા જેલનો પણ ઉપયોગ કરી શકો છો. તમારી આંખોની નીચે એલોવેરા જેલ લગાવી તેને ધીમે ધીમે માલીશ કરો. ૧૦-૧૫ મિનીટ સુધી રાખો. આ પછી એક કોટન પેડની મદદથી તેને સાફ કરો.

6. ગ્રીન ટી બેગ્સ

ગ્રીન ટી બેગ્સ તમારી આંખોની નીચે કાળા ઘેરાને ઓછા કરવામાં મદદ કરે છે. કારણ કે, આમાં એવા ગુણ હોય છે જે તમારી આંખોને રીફ્રેશ કરે છે અને ડાર્ક સર્કલને હટાવવામાં મદદ કરે છે.

તમારે માત્ર ૨ ગ્રીન ટીની બેગ્સની જરૂર પડશે. ટી બેગને પાણીમાં ડુબાવી ૩૦ મિનીટ સુધી ફ્રીઝમાં ઠંડી કરો. આ પછી, ઠંડા ટી બેગ્સને તમારી આંખો પર રાખો અને ૧૫ મિનીટ સુધી મૂકી દો. આ પછી તમે તમારા ચહેરાને નોર્મલ પાણીથી ધોઈ લો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY