ચંદન-હળદરનું Face Pack તમને આપશે ઓઈલી સ્કીનથી છુટકારો

0
1752

1. ચંદન અને હળદરનું Face Pack

ઓઈલી સ્કીનવાળા ચહેરાને સાફ રાખવા માટે ઘણી જ પરેશાનીઓનો સામનો કરવો પડે છે. તેના લીધે તમે ચહેરા પર કોઈ ક્રીમ લગાવી નથી શકતા અને મેકઅપ લગાવવાની વાત તો દૂર જ રહી ગઈ. ઓઈલી સ્કીન માટે ચંદન અને મુલતાની માટી ઘણા જ સારા માનવામાં આવે છે. કારણ કે, આ ચહેરા પરના તેલને શોષી લે છે અને તેને ઓઈલી થવા દેતી નથી. જો તમે પણ એવા પ્રાકૃતિક ઈલાજ ઈચ્છો છો તો આજના આર્ટીકલમાં અમે તમારા માટે લઈને આવ્યા છીએ ચંદન Face Pack . આવો જોઈએ Face Pack કઈ રીતે બનાવી શકાય છે અને તેના ફાયદા શું છે.

2. ચંદન અને હળદરનું ફેસપેક

હળદર-ચંદનનું ફેસપેક બનાવવા માટેની સામગ્રી:
૧ ચમચી મુલતાની માટી
૧ ચમચી ચંદન પાઉડર
ચપટી ભરીને હળદર

હળદર-ચંદનનું ફેસપેક બનાવવાની રીત:
ઉપર દર્શાવેલ બધી વસ્તુઓને એક બાઉલમાં મિક્સ કરીને તેમાં થોડું દૂધ ભેળવીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો.

3. ચંદન અને હળદરનું ફેસપેક

હળદર-ચંદનનું ફેસપેક લગાવવાની રીત:
આ પેસ્ટને ચહેરા પર ૧૦ થી ૨૦ મિનીટ સુધી લગાવી રાખો પછી જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે ચહેરા પર પાણી લગાવો અને ફેસપેકને આંગળીઓ વડે ઓવલ શેપમાં ઘસો. ત્યારબાદ ચહેરાને પાણી વડે ધોઈ લો. તમે આ ફેસ પેકને સપ્તાહમાં એક વખત લગાવી શકો છો.

4. ચંદન અને હળદરનું ફેસપેક

હળદર-ચંદનનું ફેસપેક કેવી રીતે લાભદાયક?
આ ફેસપેકમાં મુલતાની માટી હોય છે, જે ચહેરા પરનાં એક્સ્ટ્રા તેલને શોષી લે છે અને તેના પર ગંદકી તથા ડેડ સ્કીનને સાફ કરે છે. તેના સિવાય તેમાં ચંદન પણ હોય છે, જો કે ચહેરાને ભેજ આપે છે અને ખુલ્લા પોર્સને બંધ કરી દે છે. આ પેકમાં હળદર પણ ભેળવી શકાય છે. જે ત્વચાનો રંગ સાફ કરવામાં મદદ કરે છે. જો તેને દૂધ સાથે ભેળવીને લગાવવામાં આવે છે તો ચહેરા પર ગ્લો આવે છે અને સનબર્ન તથા પિગમેન્ટેશનથી રાહત મળે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY