ઉનાળામાં ફાટેલા હોઠ માટે અપનાવો આ ઘરેલું Lip Scrubs

0
1275

1. ફાટેલા હોઠ માટે લિપ સ્ક્રબ

ઉનાળામાં હોઠ સુકાવા સામાન્ય બાબત છે. તેના ઉપાય તરીકે તમે કોસ્ટમેટિક જેવા કે, લિપસ્ટિક વગેરેનો ઉપયોગ કરો છો અને તમે એવું માનો છો કે, તમારા હોઠ સ્વસ્થ થઇ જશે. તમે જે લિપસ્ટિક તમે બજારમાંથી ખરીદો છો તેના પર લખેલું હોય છે કે તમારા હોઠને આખો દિવસ ભેજવાળી રાખે છે અને તમે આ વાત પર વિશ્વાસ કરી લો છો. અમુક જ લીપ્સ્ટીક અને લીપ બામ તમારા હોઠને ભેજવાળા રાખે છે. જો કે, આ ઉત્પાદકોમાં કેમિકલ્સ હોય છે. તેથી તે હોઠને ભેજવાળા રાખવાની સાથે હોઠોને નુકશાન પણ કરે છે.

2. ફાટેલા હોઠ માટે લિપ સ્ક્રબ

સસ્તા લીપ પ્રોડક્ટમાં વધારે માત્રામાં કેમિકલ્સ હોય છે. કુત્રિમ રૂપથી બનાવવામાં આવેલા સંયોજનો અસરકારક નથી હોતા. જ્યારે ઘરેલું વસ્તુઓથી બનાવેલ લીપ સ્ક્રબની કોઈ આડઅસર થતી નથી અને તે વધારે અસરકારક પણ હોય છે. લીપ સ્ક્રબ તમારા હોઠોને છોલતા રોકે છે અને સાથે સાથે તમારા હોઠોને મોઈશ્ચરાઈઝ પણ કરે છે. તમે કેટલાક પ્રકારના ઘરે બનાવેલા સ્ક્રબથી ગુલાબી અને નરમ હોઠ રાખી શકો છો.

3. ફાટેલા હોઠ માટે લિપ સ્ક્રબ

સામગ્રી:
૧ ચમચી નાળીયેર તેલ
૧ ચમચી લીંબુનો રસ
૧/૨ ચમચી મધ
૩ ચમચી ખાંડ

4. ફાટેલા હોઠ માટે લિપ સ્ક્રબ

બનાવવાની રીત:
એક નાના બાઉલમાં નાળીયેર તેલ, લીંબુનો રસ અને મધ ભેળવો . આ મિશ્રણમાં ખાંડ ભેળવીને ૫-૧૦ સેકન્ડ સુધી હલાવો. આ મિશ્રણને પોતાના હોઠો પર લગાવો તેમજ ગોળ-ગોળ માલીશ કરો. સ્ક્રબ લગાવીને હોઠ પર ૩૦ સેકન્ડ સુધી અથવા ૧ મિનીટ સુધી લગાવીને રહેવા દો. આ સ્ક્ર્બને ભીના ટોવેલથી લૂછી લો. આ સ્ક્ર્બને સપ્તાહમાં તમે એક વખત લગાવી શકો છો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY