ઓઈલી સ્કીન માટે લગાવો Multani Mitti નું ફેસપેક

0
1299

1. ઓઈલી સ્કીન માટે લગાવો Multani Mitti નું ફેસપેક

ઓઈલી સ્કીન એક એવી સમસ્યા છે, જેની સાથે ડીલ કરવી ઘણી જ મુશ્કેલ છે, ખાસ કરીને ગરમીઓમાં, પરંતુ આ સ્કીન ટાઈપ વિન્ટરમાં પણ ઘણી જ સમસ્યા ઉભી કરે છે, જેને દૂર કરવા માટે તમે Multani Mitti નું ફેસપેક લગાવી શકો છો. આજે અમે તમને જણાવીશું કે Multani Mitti નું ફેસ પેક કેવી રીતે બનાવશો.

મુલતાની માટી, ચહેરા પરનાં વધારે પડતા ઓઈલને શોષી લે છે અને ચહેરાને ડ્રાય બનાવીને ખીલ અને બ્લેકહેડ્સને દૂર કરે છે. આ પેક ઘણી જ સરળતાથી ઘરે બનાવી શકો છો. તો જો તમે તેણે નિયમિત ચહેરા પર લગાવો છો તો તેનો ફાયદો કેટલાંક જ દિવસોમાં તમને દેખાશે. આવો જાણીએ કઈ રીતે આ ફેસપેક બનાવવાની રીત…

2. ઓઈલી સ્કીન માટે લગાવો મુલતાની માટીનું ફેસપેક

[scg_html_300250]
2 ચમચી મુલતાની માટીને એક કટોરીમાં નાખો. મુલતાની માટી ચહેરા પરનાં નીકળતા વધારાના તેલને શોષી લે છે. પછી તેમાં પાણી અને થોડું ગુલાબજળ ભેળવીને પેસ્ટ બનાવો. ગુલાબજળથી તમારી સ્કીન નીખરી ઉઠશે.

3. ઓઈલી સ્કીન માટે લગાવો મુલતાની માટીનું ફેસપેક

આ પેસ્ટને સારી રીતે ભેળવો જેનાથી તેમાં બિલકુલ પણ ગાંઠ ન રહે. તમે ઈચ્છો તો આ પેસ્ટમાં થોડો ચંદન પાઉડર અથવા હળદર પણ મિક્સ કરી શકો છો. તેનાથી ચહેરા પર ગ્લો આવશે.

4. ઓઈલી સ્કીન માટે લગાવો મુલતાની માટીનું ફેસપેક

પછી આ મુલતાની માટી ફેસપેકને પોતાના સંપૂર્ણ ચહેરા પર લગાવો અને ૧૫-૨૦ મિનીટ સુધી સુકાવા દો. જ્યારે આ પેક સંપૂર્ણ રીતે સુકાઈ જાય, ત્યારે ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. તમે એક સારું મોઈશ્ચરાઈઝર લગાવી શકો છો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY