પીઠની કાળજી લેવા માટે અપનાવો આ ઘરગથ્થું ઉપાય

0
835

1. પીઠની કાળજી માટે ઘરગથ્થું ઉપાય

ગરમીમાં ક્યાંક ફંકશન કે પાર્ટીમાં જવાનું થાય તો… ગરમીના લીધે પહેલેથી જ ત્વચામાં થોડી કાળાશ આવી જાય છે અને તેમાં પણ કોઈ ફંકશન હોય અને બેકલેસ પહેરવાનું થાય તો મુશ્કેલી થઈ જાય. પીઠ પર મોટેભાગે તાપના લીધે પેચિસ પડી જાય છે અને ત્વચા પર ટેનિંગ થઇ જાય છે, ફોલ્લી કે ખીલના લીધે પણ પીઠ ખરાબ દેખાય છે. તેના માટે જરૂર છે યોગ્ય સફાઈની અને થોડી ટ્રીટમેન્ટની જે તમે ઘરે પણ કરી શકો છો.

2. પીઠની કાળજી માટે ઘરગથ્થું ઉપાય

પીઠ સ્વચ્છ રાખવા સ્નાન કરતી વખતે નરમ કપડાથી પીઠને હળવા હાથે ઘસીને એવી રીતે સાફ કરવી જોઈએ કે ડેડ સ્કિન નીકળી જાય. ત્યારબાદ બોડી લોશન પણ દરરોજ લગાવવું જોઈએ. તમે ઈચ્છો તો ફેશિયલની જેમ બેકમસાજ ટ્રીટમેન્ટ પણ લઈ શકો છો.

3. પીઠની કાળજી માટે ઘરગથ્થું ઉપાય

લીંબુનો રસ, હૂંફાળું દૂધ અને ગ્લિસરીન મિક્સ કરીને તેની પેસ્ટ પીઠ પર લગાવી અડધો કલાક રહેવા દો પછી ઘસીને પીઠને ધોઈ લો. તે સિવાય લીંબુનો રસ અને ઓટમીલને મિક્સ કરીને, પીઠ પર લગાવી હૂંફાળાં પાણીથી ધોઈ લો.

4. પીઠની કાળજી માટે ઘરગથ્થું ઉપાય

ચણાનાં લોટમાં હળદર અને દહીં મિક્સ કરીને તેનો લેપ પીઠ પર લગાવવાથી પણ પીઠ પરના ડાઘા દૂર થશે. સુખડના પાવડરમાં દૂધ મિક્સ કરીને પેક પીઠ પર લગાવવાથી પીઠ સુંદર બને છે અને ખીલથી પણ રાહત મળે છે. ચોખાનો લોટ અને દહીં મિક્સ કરીને પીઠ પર લગાવીને હળવા હાથે ઘસો તેનાથી તમારી પીઠ સુંદર અને સ્વચ્છ બનશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY