નવરાત્રિમાં ગરબા રમતી વખતે ફ્રેશ રહેવા માટે ડાયટમાં સામેલ કરો આ ફૂડ

0
533

1. નવરાત્રિમાં ફ્રેશ રહેવા માટે ખાઓ આ ફૂડ

નવરાત્રિમાં લોકોમાં શ્રદ્ધાની સાથે દાંડિયાનો ક્રેઝ ગજબનો હોય છે. પરંતુ જો તમને નવરાત્રિ સારી રીતે એન્જોય કરવા માંગો છો, તો તમારું ડાયટ પણ સારું હોવું જોઈએ, જેનાથી તમે ગરબા નાઈટમાં રીફ્રેશીંગ અનુભવી શકો. આજે અમે એવા ડાયટ મેનુ લઈને આવ્યા છીએ, જેને તમે નવરાત્રિ દરમિયાન તમારા ડાયટમાં જરૂર સામેલ કરવું જોઈએ.

2. નવરાત્રિમાં ફ્રેશ રહેવા માટે ખાઓ આ ફૂડ

જ્યુસ
ફ્રુટ અથવા શાકભાજીનું જ્યુસ શરીર માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ પ્રકારનાં જ્યુસ ખાવાનું પચાવવામાં મદદ કરે છે. જ્યારે ફ્રુટ અથવા શાકભાજીનું જ્યુસ બનાવો છો ત્યારે લિક્વિડ, ફાઈબરથી અલગ થઇ જાય છે, જેનાથી પેટ્રોકેમિકલ અને મિનરલનું મિશ્રણ બને છે અને આ મિશ્રણ ફ્રુટ અથવા શાકભાજીથી શ્રેષ્ઠ સાબિત થાય છે.

3. નવરાત્રિમાં ફ્રેશ રહેવા માટે ખાઓ આ ફૂડ

ડ્રાય ફ્રુટ
ડ્રાય ફ્રુટ્સમાં એન્ટી-ઓક્સીડેન્ટ અને મિનરલ ફ્રુટની અપેક્ષા વધારે રહે છે. તેનાથી ઈંસ્ટન્ટ એનર્જી મળે છે. તેમજ પ્રોટીન વિટામીનથી ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે ઘણાં જ લાભદાયક છે.

4. નવરાત્રિમાં ફ્રેશ રહેવા માટે ખાઓ આ ફૂડ

પાણી
પાણી આપણા બોડી માટે ઘણું જ ઉપયોગી સાબિત થાય છે. પાણી બોડીનું તાપમાન જાળવી રાખવાની સાથે બોડીમાં રહેલાં ઝેરીલાં પદાર્થને બહાર કાઢવામાં મદદ કરે છે. જો તમે ગરબા નાઈટમાં ફ્રેશ રહેવા માંગો છો તો ખુબ જ પાણી પીઓ.

5. નવરાત્રિમાં ફ્રેશ રહેવા માટે ખાઓ આ ફૂડ

ફ્રુટ્સ
ફ્રુટ્સ ખાવાથી બિમારીઓ તો દૂર રહે છે સાથે જ બોડી ફ્રેશ પણ અનુભવે છે. ફ્રુટ્સથી બોડીમાં પાણીની ઊણપ પણ નથી થતી અને બોડી હાઈડ્રેટ રહે છે.

6. નવરાત્રિમાં ફ્રેશ રહેવા માટે ખાઓ આ ફૂડ

સલાડ
વિટામીન અને મિનરલનો સારો સ્ત્રોત છે. ભોજનની સાથે સલાડ ખાવો સ્વાસ્થ્ય માટે ઘણું જ લાભદાયક બને છે. ગરબા નાઈટમાં જો તમે ખુલ્લા મનથી ડાન્સ કરવા ઈચ્છો છો તો ભોજનમાં સારી માત્રામાં સલાડ લેવાનું શરુ કરી દો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY