નવરાત્રિમાં ટ્રેડીશનલ લૂક આપશે આ અવનવી મોજડી

0
1950

1. પરફેકટ ટ્રેડિશનલ લુક આપે અવનવી મોજડી

પરંપરાગત ચણિયાચોળી સાથે પહેરેલી મોજડી ગરબે નવરાત્રિમાં ઘૂમવા જતાં નાર-નારીઓને ‘પરફેકટ ટ્રેડિશનલ લુક’ મેળવવામાં મદદ કરે છે. આમ પણ પ્રાચીન કાળથી ચાલી આવતી મોજડી નાનાં-મોટાં દરેકના વ્યકિતત્વને એક અનોખો જ રુઆબ આપે છે. પહેલાના જમાનામાં રાજા-મહારાજા અને નવાબ પહેરતા હતા એ મોજડી આજકાલ યુવા પેઢીમાં લોકપ્રિય બની રહી છે. ફેશનના આ જમાનામાં અને તેમા પણ જ્યારે નવરાત્રિ જેવો તહેવાર આવે ત્યારે તો યુવાન હૈયું હાથમાં રહે ખરું?

2. પરફેકટ ટ્રેડિશનલ લુક આપે અવનવી મોજડી

ચણિયાચોળીની સાથે મોજડીની જોડી ખુબ જ સુંદર લાગે છે. તમે ચણિયાચોળી પર રજવાડી મોજડી પણ પહેરી શકો છો. તેની અંદર પણ આજકાલ અવનવી ડિઝાઈન આવેલી છે જેમકે જરદોષી, ટીલડી વર્ક, રંગીન દોરા વડે ભરેલુ વર્ક વગેરે. ખાસ કરીને રાત્રિના સમયે ટીલડી વર્કવાળી મોજડી વધારે સારી છે.

3. પરફેકટ ટ્રેડિશનલ લુક આપે અવનવી મોજડી

અલબેલીઓ ચણિયાચોળી સાથે મેચિંગ થાય એવી મોજડી પર પસંદગી ઉતારે છે. સુંદર કલર કોમ્બિનેશન ધરાવતાં ચણિયાચોળી પહેરી તેની સાથે મેળ ખાતાં ઓર્નામેન્ટસ પહેર્યાં હોય અને તેની સાથે પગમાં મોજડી પહેરો ત્યારે તેનો ઠાઠ અલગ દેખાય તેવી મોજડી આજની નારની પહેલી પસંદ બને છે.

4. પરફેકટ ટ્રેડિશનલ લુક આપે અવનવી મોજડી

મોજડીનું મુખ્ય આકર્ષણ તેના પર કરવામાં આવતું પારંપરિક ભરતકામ હોય છે. આમ તો યુવાઓમાં સાદી મોજડી પહેરવી પસંદ હોય છે, પરંતુ નવરાત્રિમાં જયારે લાંબો ઝભ્ભો, ચૂડીદાર પહેર્યા હોય અને ગળામાં સરસ મજાનો દુપટ્ટો નાખ્યો હોય, હાથમાં આકર્ષક દાંડિયા હોય તો પછી સાદી મોજડી પહેરવાનું ગમે જ નહીં ને? આવા પોશાક સાથે તો મોજડી પર સોનેરી કે રૂપેરી તારથી કરવામાં આવેલું વર્ક, મોતી કે ટીકી સાથે મેચિંગ અથવા કોન્ટ્રાસ્ટ કલરનું વર્ક કરેલું હોય તે જ વધારે શોભે છે.

5. પરફેકટ ટ્રેડિશનલ લુક આપે અવનવી મોજડી

મોજડીમાં લેડિઝ અને જેન્ટ્સ માટે જુદા જુદા રંગની મોજડી મળે છે. યુવતીઓ માટે મોજડી મોટા ભાગે પિંક, બ્લ્યૂ, વાયોલેટ, ગ્રીન, રેડ, વ્હાઇટ, સિલ્વર, ગોલ્ડન પસંદ કરે છે. અત્યાર સુધી માત્ર ચામડામાંથી જ મોજડી બનાવવામાં આવતી હતી, પણ હવે ચામડાનો ભાવ વઘ્યો હોવાથી રેકિઝનનો ઉપયોગ થવા લાગ્યો છે. મોજડી પર રેશમવર્ક, વૂલનવર્ક, રાજસ્થાની હાથભરત, સ્ટોનવર્ક, જરીના દોરાથી કરેલું બારીક ભરતકામ યુવતીઓને ખૂબ પસંદ પડે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY