1. નવરાત્રિમાં કેડ કંદોરાની ફેશન

બસ હવે નવરાત્રિ નજીક આવી રહી છે નાં ઓરકેસ્ટ્રાના પડઘા છેક શરદપૂર્ણિમા સુધી સંભળાશે. તેમાં ગુજરાતની અલબેલી નાર હવે નવરાત્રિની તૈયારીઓમાં પૂરી રીતે ડૂબી ગઈ છે. અસલ લટકા-મટકા કરતી યુવતીઓ કાઠિયાવાડી ભરત ભરેલાં ઘેરદાર ઘાઘરા, બેકલેસ ચોલી, વ્હાઈટ મેટલની હાંસડીઓ, હાથમાં કડલાંઓ અને પગમાં ઝાંઝર પહેરીને ટ્રેડીશનલ રૂપમાં સજી-ધજીને પાર્ટી પ્લોટ તેમજ શેરીઓમાં ગરબા રમવા પહોંચી જાય છે.
2. નવરાત્રિમાં કેડ કંદોરાની ફેશન

આજકાલ ખૂલતા ઘેરા રંગોની ફેશન છે. લાલ, લીલા, પીળા અને ગુલાબી જેવા રંગો યુવતીઓમાં હોટ ફેવરીટ બન્યા છે. તો સાથે આરીભરત ને આભલાના ચંપલ અને મોજડીઓ શોભે છે. યુવતીઓ તેના રૂપને વધારે આકર્ષક બનાવવા માટે ભાત-ભાતના ઓર્નામેન્ટસનો સહારો લે છે.
3. નવરાત્રિમાં કેડ કંદોરાની ફેશન

તેમાં યુવતીઓની રૂપાળી કેડને શોભાવતો કંદોરો પણ ખરો જ. માર્કેટમાં અત્યારે ઓક્સોડાઈઝથી લઈને ચાંદી સુધીનાં કંદોરા મળે છે. ગરબે રમતી ગોપીઓની પાતળી કેડને આ કંદોરા કાઠિયાવાડની નારી જેવો ગેટઅપ આપે છે.
4. નવરાત્રિમાં કેડ કંદોરાની ફેશન

આ સમયે પદમણીઓ દાદીમાનો કે પોતાની માતાઓનાં લગ્ન વખતનો પટારો ખોલી તેમના ઝાંઝર અને કંદોરો કાઢે છે. ગરબા રમતી વખતે કંદોરાનો છેડો રસીલીઓની કેડે આમ-તેમ લટકતો ખુબ જ સોહે છે.
5. નવરાત્રિમાં કેડ કંદોરાની ફેશન

નારીને પ્રિય એવા વિભિન્ન કંદોરાના બજારમાં આવી ગયા છે. ગોલ્ડન કલર, સિલ્વર કલર, ઓક્સોડાઈઝ તેમજ ઉનથી બનાવેલાં કંદોરા પણ ખુબ જ ટ્રેન્ડમાં છે. ગયા વર્ષે મોતીથી બનાવેલાં કંદોરાઓએ યુવતીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ વર્ષે ઓક્સોડાઈઝનાં કંદોરાઓએ બજારમાં આગવું સ્થાન મેળવ્યું છે.